અમરેલી, તા.૧૧
ભારત સહિત વિશ્વભરમાં દરેક ધર્મના લોકોમાં આદરણીય સ્થાન ધરાવનાર “હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (ર.અ.)”ની શાનમાં સાધુ જેવા લાગતા “શૈતાન” શખ્સે અપમાનજનક અને અભદ્ર ટિપ્પણી કરતા ગરીબ નવાઝ (ર.અ.)ના કરોડો અનુયાયીઓની ધાર્મિક લાગણી દુભાઈ છે અને ઠેર-ઠેરથી ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આસ્થા ધરાવતા લોકો તંત્રના જવાબદારોને આવેદનપત્રો પાઠવી રોષ ઠાલવી આરોપી સામે કડક પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે. આજરોજ મુસ્લિમ એકતા મંચ અમરેલીના હોદ્દેદારો, ગુજરાત મુસ્લિમ એકતા મંચના જિલ્લા મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ અલ્લારખાભાઈ કરીમભાઈ બુકેરા, સોશિયલ મીડિયા કન્વીનર તન્જીલભાઈ ચૌહાણ અને બગસરા સહ કન્વીનર જમાલભાઈ સરવૈયા, કન્વીનર ભીખુભાઈ મોગલ, લાઠી કન્વીનર સબીર સમા, દામનગર સહ કન્વીનર મહેબૂબભાઈ ચૌહાણ સહિતના આગેવાનોએ અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી ગરીબ નવાઝની શાનમાં ગુસ્તાખી કરનાર શૈતાન સામે એફઆઈઆર દાખલ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.
Recent Comments