વડોદરા

ગોધરા

આણંદ

નડિયાદ

મોડાસા

અમદાવાદ,તા.૧૭
ભારત સહિત વિશ્વભરમાં આસ્થાનું સ્થાન ધરાવતા તથા કોમી એકતા અને ભાઈચારાની લાગણી ધરાવનાર સુફીસંત હઝરત ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીના ચિશ્તી (ર.અ.)ના શાનમાં ન્યૂઝ-૧૮ના એન્કર અને કોમી માનસિકતા ધરાવતા શૈતાન અમીશ દેવગણ એક લાઈવ ડિબેટમાં અને તેના મળતિયાઓએ અશોભનીય વાણી વિલાસ કરતા તેના ભારતમાં હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓમાં ઘેરા પડઘા પડયા છે અને ચોમેરથી વિરોધનો પ્રચંડ લાવા ફાટી નીકળ્યો છે અને આ શૈતાન દેવગણ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. એક તરફ દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે ટી.આર.પી. વધારવા કેટલીક ચેનલો મુસ્લિમ વિરોધી ઝેર ઓકી રહી છે જેથી દેશમાં નફરતનો માહોલ પેદા થયો છે મુસ્લિમોમાં ભય તથા ડરની લાગણી ફેલાઈ ગઈ છે. કોરોનામાં પણ મુસ્લિમો સામે કેટલીક ચેનલો દ્વારા આક્ષેપો કરી નફરત ફેલાવવામાં આવી હતી. જેમાં મુસ્લિમોને ઘણુ નુકસાન વેઠયું હતું.ત્યારે આ શૈતાન અમીશ દેવગણની આ ભડકાઉ અને ઉશ્કેરણીજનક ચેષ્ટા સામે ગુજરાતમાં પણ પ્રચંડ વિરોધ ઉઠવા પામ્યો છે.
જ્યારે વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકરો દ્વારા ખ્વાજા ગરીબ નવાઝની ગુસ્તાખી કરી ધાર્મિક લાગણી દુભાવી દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડ્યું હોવાના આક્ષેપ સાથે નફરત ફેલાવનાર શૈતાન દેવગન અને તેના મળતિયા સામે એફ.આઈ.આર. દાખલ કરવાની માંગ સાથે પોલીસ કમિશનર અને કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
આરોપીઓ વિરૂદ્ધ ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૧પ૪ મુજબ લેખિત ફરિયાદને પ્રથમ બાતમી અહેવાલ આપી ઈપીકો કલમ ૧૨૪(એ), ૧૫૩(એ), ૧૧૪, ૧૨૦(બી) અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ ૬૭ મુજબ એફઆઈઆર નોંધવા અરજ કરી છે. આરોપી સામે તાંદલજા વિસ્તારના સામાજિક કાર્યકરો વસીમ શેખ, જુનેદખાન, અબ્દુલ કૈયુમ, હાજી જુનેદ શેખ, સમીર રાઠોડ, હાજી સમીરભાઈ, મુફ્તી ઈમરાનસાહબ, મુફ્તી આરીફ ફલાહીસાહબ, અસફાક મલેક, ચિરાગ શેખ, ઐયુબ સૈયદ, નિસારઅહેમદ મલેક, ઈબ્રાહીમભાઈ સાયકલવાલા, ઝુબેરભાઈ ગોપલાણી, મોહંમદહનીફ ચૌહાણ, અનવરભાઈ ઈન્દોરી, સૈયદ અમીન, મૌલાના જમીલ દ્વારા કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જ્યારે નડિયાદમાં આવેલ આસીકાને રઝા એકેડમી વકફ નડિયાદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી આરોપી તથા તેના મળતિયા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જ્યારે આણંદનાં યુવા કાર્યકરો સૈયદ સાહીદઅલી યુસુફઅલી, આસીમભાઈ ખેડાવાળા, સાહબાઝખાન પઠાણ, સઈદમિયાં મલેક સહિત યુવાનોએ આણંદ ટાઉન પોલીસ મથકમાં પી.આઈ. વાય.આર. ચૌહાણને મળી લેખિત ફરિયાદ આપી હતી. જ્યારે સુન્ની યુથ ફોર્સ આણંદ બ્રાંચના પ્રમુખ સાજીદખાન પઠાણ દ્વારા પણ આણંદ ટાઉન પોલીસ મથકમાં લેખીત ફરિયાદ આપી ગુનો નોંધવાની માંગ કરવામાં આવી હતી. જ્યારે આણંદ તાલુકાના હાડગુડ ગામનાં સરપંચ રજીયાબાનું દિવાન, મૌલાના સૈયદ પરવેઝ યમની, ઐયુબમિયાં શેખ (ફૌૈજી), ખલીલ સૈયદ, સૈયદ હિફજુર્રહેમાન, સૈયદ મુનાફઅલી અશરફી, સૈયદ સજ્જાદહુશેન, સૈયદ જાહીદઅલી, દિવાન શકીલશાએ પણ આણંદ ટાઉન પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપીને ખ્વાજા ગરીબ નવાઝ વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચારનારા ન્યુઝ એન્કર તેમજ પેનલીસ્ટો અને માલિક વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી.
પાલેજ નગર ખાતે પાલેજ જમિયત દ્વારા પાલેજ પોલીસ મથક ખાતે પી.આઈ. બી. રજિયાને એક લેખિત ફરિયાદ આપી ન્યુઝ એન્કર અને તેના મળતિયાઓ સામે જમિયતના સેક્રેટરી અબ્દુલ કૈયુમ પટેલે ઉપસ્થિત રહી ફરિયાદ દાખલ કરવા નિવેદન આપ્યું હતું.
ગોધરામાં મુસ્લિમ સમાજ તરફથી પંચમહાલ પોલીસ વડા શ્રીમતી ડૉ. લીના પાટીલને રજૂઆત કરી એફ.આઈ.આર. કરવામાં આવી હતી જે વેળા અબ્દુલ રશીદખાન, અબ્દુલ મજીદખાન પઠાણ સાથે એડવોક્ટે આબીદભાઈ શેખ, જિલ્લા માયનોરિટી ચેરમેન ઉસમાનગની બેલી (કોંગ્રેસ), માયનોરિટી ચેરમેન સઈદખાન પઠાણ (ભા.જ.પા.), તરીકભાઈ મિસ્ત્રી, સબીરભાઈ મિસ્ત્રી હાજર રહ્યા હતા. જ્યારે સિદ્ધપુરના સામાજિક કાર્યકર ઉમરદરાઝ ચશ્માવાલાએ ન્યુઝ ૧૮ના એન્કર તથા તેના મળતિયા સામે ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગુનો દાખલ કરવા સિદ્ધપુર પો. સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
મોડાસા ખાતે ખ્વાજા ગરીબ નવાઝ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈકબાલભાઈ ઈપ્રોલિયાની આગેવાનીમાં ટ્રસ્ટના હોદ્દેદારોએ અમિષ દેવગણ સામે ગુનો નોંધી એફ.આઈ.આર. કરવાની લેખિત રજૂઆત પોલીસ ઈન્સપેક્ટર મોડાસા ટાઉન પોલીસ મથકે કરવામાં આવી છે. મોડાસા શહેરના અનેક સંગઠનો દ્વારા ઓનેસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો સાથે પણ અમિષ દેવગણ સામે કડક પગલા લેવાની મૌખિક રજૂઆત કરવામાં આવી છે. આરોપી સામે સખ્ત કાર્યવાહી હાથ ધરી તાત્કાલિક ધરપકડ કરી સખ્ત કાર્યવાહી કરવાની માંગ ઊઠી છે.