અમદાવાદ,તા.૧૮
ભારત સહિત વિશ્વભરમાં આસ્થાનું સ્થાન ધરાવતા તથા કોમી એકતા અને ભાઈચારાની લાગણી ધરાવનાર સુફીસંત હઝરત ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીના ચિશ્તી (ર.અ.)ના શાનમાં ન્યૂઝ-૧૮ના એન્કર અને કોમી માનસિકતા ધરાવતા શૈતાન અમીશ દેવગણ એક લાઈવ ડિબેટમાં અને તેના મળતિયાઓએ અશોભનીય વાણી વિલાસ કરતા તેના ભારતમાં હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓમાં ઘેરા પડઘા પડયા છે અને ચોમેરથી વિરોધનો પ્રચંડ લાવા ફાટી નીકળ્યો છે અને આ શૈતાન દેવગણ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. એક તરફ દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે ટી.આર.પી. વધારવા કેટલીક ચેનલો મુસ્લિમ વિરોધી ઝેર ઓકી રહી છે જેથી દેશમાં નફરતનો માહોલ પેદા થયો છે મુસ્લિમોમાં ભય તથા ડરની લાગણી ફેલાઈ ગઈ છે. કોરોનામાં પણ મુસ્લિમો સામે કેટલીક ચેનલો દ્વારા આક્ષેપો કરી નફરત ફેલાવવામાં આવી હતી. જેમાં મુસ્લિમોને ઘણુ નુકસાન વેઠયું હતું.ત્યારે આ શૈતાન અમીશ દેવગણની આ ભડકાઉ અને ઉશ્કેરણીજનક ચેષ્ટા સામે ગુજરાતમાં પણ પ્રચંડ વિરોધ ઉઠવા પામ્યો છે. મોહદ્દીષે આઝમ મિશન લુણાવાડા દ્વારા પ્રમુખ હાફીઝ મોહમ્મદ રિયાઝ અશરફી, ઉપપ્રમુખ મોહમ્મદ મિરઝા, એડવોકેટ અકરમ પઠાણ તથા મુસ્તાકભાઈ શેખની આગેવાની હેઠળ લુણાવાડા પો.સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદન પાઠવી શૈતાન દેવગણ વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવાની માગ કરી છે. જ્યારે સુરેન્દ્રનગર શહેર મુસ્લિમ સમાજમાં અનેરી ચાહના ધરાવનારા અને ધાર્મિક અગ્રણી પીરે તરીકત સૈયદ યુસુફ બાપુની સુચના હેઠળ સુલેમાન કુરેશી માયનોરિટી પ્રેસિડન્ટ સુરેન્દ્રનગર, ગીરીરાજસિંહ ઝાલા, માઈનોરિટી પ્રેસિડેન્ટ કાર્યકારી નિલેશકુમાર વાઘેલા, ટીપુ જામ, ચાંદભાઈ પરમાર, શાહરૂખખાન પઠાણ, એઝાઝ હુસેન પરમાર, હિંમતભાઈ ડાભી, સંદીપ મહેતા, ઈરફાનભાઈ, મોહંમદભાઈ સહિત હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ આવેદન પાઠવી આરોપીની ધરપકડ કરવા ઉગ્ર રજૂઆત કરી છે. જ્યારે પોરબંદરના સિમનાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કિર્તિ મંંદિર કમલાબાગ પો.સ્ટેશનમાં આબિદહુસેન કાદરી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારે આવતી કાલે અન્ય પોલીસ સ્ટેશનમાં શૈતાન દેવગન સામે ફરિયાદો કરાશે. ફરિયાદ નોંધાવતી વેળા ટ્રસ્ટના યુવા એડવોકેટ અકબર એલો, આરીફ મલેક, અજીમબાપુ કાદરી, ઈસ્લમાઈલખાન શેરવાની, આસીફ નોટરી, બશીરભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ગુનેગાર સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી.
વેરાવળ શહેરમાં મુસ્લિમ સમાજના પ્રમુખો, ધાર્મિક સંગઠનો, આગેવાનો દ્વારા કલેકટર, એસપી સહિતનાને આવેદન પત્ર પાઠવી કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરેલ છે.
વેરાવળ પાટણ સંયુક્ત મુસ્લિમ સમાજના પ્રમુખ અનવરભાઈ ચૌહાણ, મેમન સમાજના ફારૂકભાઈ સોરઠીયા, ગીર સોમનાથ કોંગ્રેસ માઇનોરિટીના પ્રમુખ ફારૂકભાઈ મલિક (પેરેડાઇઝ), શહેર ભાજપ લઘુમતી પ્રમુખ હાજીભાઈ એલ.કે.એલ., નગર પાલિકાના કાઉન્સિલર મુસાભાઈ વાકોટ, સત્તારભાઈ શેખુ, ઓલ ઇન્ડિયા માઇનોરિટી વેલફેર ફાઉન્ડેશનના બસીરભાઈ ગોહેલ, સલીમભાઈ સોડાવાલા, સલીમભાઈ કટોરી, અમીનભાઈ ઈસાકાની એસ.પી. રાહુલ ત્રિપાઠીને વિરોધ કરી આવેદન પાઠવી આ ટીવી એન્કર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરેલ છે. આ ઉપરાંત સુન્ની મુસ્લિમ જમાત વેરાવળ દ્વારા ખવાજા ગરીબ નવાઝ વિશે આપત્તિજનક ટિપ્પણી કરનાર વિરૂદ્ધ કલેકટર અને એસ.પી.ને આવેદન આપી કડક સજાની માંગ કરવામાં આવેલ હતી. ઉપરોક્ત ન્યૂઝ ૧૮ ઇન્ડિયા અમીષ દેવગન તથા એ પ્રોગ્રામને પ્રસારિત કરનાર સામે આઈ.પી.સી. કલમ ૨૯૫(એ), ૧૫૩(એ), ૩૪, ૧૨૦(બી), ૫૦૫(૨) વગેરે મુજબની ધોરણસરની ફરિયાદ નોંધવા અને આવા દેશમાં એકતા અખંડિતતાના વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવા અમારી ફરિયાદ સાથે માંગ કરેલ છે. આ તકે સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી અ.મજીદ દિવાન, ગનીભાઈ ગૌરી, હાજી અલી મહંમદ ખત્રી, હાજી ગફારખાન, હનીફભાઈ જીવા, હાજી પંજા, મહંમદ હુસેનભાઈ, અફઝલ સરએ હાજર રહી રજૂઆત કરેલ હતી. વંથલી મુસ્લિમ સમાજે આ ઘટનાને વખોડી કાઢી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ તકે વંથલી મુસ્લિમ અગ્રણી ઈરફાનશાહ સોહરવર્દી, સીરાઝ વાજા, સલીમ શમાં, હાસમભાઈ સાંધ, અફઝલ મટારી સહિતનાં મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભાવનગરના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે અને આરોપીઓ સામે ઈ.પી.કો. તથા આઈટી એકટ અન્વયે ડો.સરફરાઝ પાંચા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આજરોજ આ ફરિયાદ દાખલ કરવા માટે મુસ્લિમ સમાજના આગેવાનો ઈકબાલભાઈ આરબ (કોર્પોરેટર), હુસેનમિયા બાપુ, શબ્બીરભાઈ ખલાણી, રજાકભાઈ કુરેશી, એડવોકેટ સોહીલભાઈ હમીરાણી, ખોજા સમાજના આગેવાન સીરાજભાઈ નાથાણી, એડવોકેટ સાજીદભાઈ કાઝી, સોહિલભાઈ કાઝી, ઈમ્તિયાઝભાઈ પાંચા, સલીમભાઈ શેખ, રઉફભાઈ કલાસીક, યુનુસભાઈ ખોખર, અબ્દુલકાદર વગેરે હાજર રહેલ અને જવાબદાર લોકો સમક્ષ સખત કાર્યવાહી કરવાની માંગણી કરેલ.
જ્યારે ધોરાજી પોલીસ સ્ટેશનમાં યાસીન ઈબ્રાહિમ ગરાણા દ્વારા આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવનાર શૈતાન દેવગન સામે કડક કાર્યવાહીની માંગ કરી છે જ્યારે ગેબનશાહ પીર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સડક પીપળીયા દ્વારા ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં આદમભાઈ બેલીમ દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી હતી અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. મો.ફઝીલ મોમીન, મો.એહતેશામ શેરસીયા, જહાંગીર રાણા, મોહીબ શેરસીયા, આસીફ પરાસરા વગેરે જાગૃત યુવાનો દ્વારા રોષની લાગણી વ્યક્ત કરીને વડીલ અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ વાંકાનેર પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રીને અમીષ દેવગન તથા ન્યૂઝ૧૮ ઈન્ડિયાના સીઈઓ રાહુલ જોષી વિરૂદ્ધ એફઆઈઆર નોંધવા લેખિતમાં ફરિયાદ આપી હતી. જ્યારે અમરેલીમાં પીરે તરીકત અને ખ્વાજા સાહેબના વંશજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવી એન્કરની ઉશ્કેરણીજનક ચેષ્ટાને વખોડી તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આવેદન આપતી વેળા પીરે તરીકત દાદાબાપુ ચીશ્તી, મહેબુબ બાપુ કાદરી, મુઝફ્ફરબાપુ એડવોકેટ, શબ્બીર બાપુ, ફેજલભાઈ, જાવેદખાન, સમીરભાઈ હાજર રહ્યા હતા.