અમદાવાદ,તા.૧૯
ભારત સહિત વિશ્વભરના લોકો માટે અજમેર શરીફ આસ્થાનું કેન્દ્ર છે. દેશમાં સુફીઝમ દ્વારા કોમી એકતા અને ભાઈચારાને મશાલ પ્રગટાવી એખલાસનો પ્રકાશ પાથરનાર સુફીસંત હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની (ર.અ.)ના શાનમાં ન્યૂઝ-૧૮ના એન્કર અને કોમી માનસિકતા ધરાવતા શૈતાન અમીશ દેવગણ એક લાઈવ ડિબેટમાં અને તેના મળતિયાઓએ અશોભનીય વાણી વિલાસ કરતા તેના ભારતમાં હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓમાં ઘેરા પડઘા પડયા છે અને ચોમેરથી વિરોધનો પ્રચંડ લાવા ફાટી નીકળ્યો છે આવા ઝેર ઓકતા આવા દેશની કોમી એકતાના ઝેર ઓકનારા એન્કર સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે. એક તરફ દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે ટી.આર.પી. વધારવા કેટલીક ચેનલો મુસ્લિમ વિરોધી ઝેર ઓકી રહી છે જેથી દેશમાં નફરતનો માહોલ પેદા થયો છે મુસ્લિમોમાં ભય તથા ડરની લાગણી ફેલાઈ ગઈ છે. કોરોનામાં પણ મુસ્લિમો સામે કેટલીક ચેનલો દ્વારા આક્ષેપો કરી નફરત ફેલાવવામાં આવી હતી. જેમાં મુસ્લિમોને ઘણુ નુકસાન વેઠયું હતું.ત્યારે અમીશ દેવગણની આ ભડકાઉ અને ઉશ્કેરણીજનક ચેષ્ટા સામે ગુજરાતમાં પણ પ્રચંડ વિરોધ ઉઠવા પામ્યો છે.