અમદાવાદ,તા.૧૭
ભારત સહિત વિશ્વભરમાં આસ્થાનું સ્થાન ધરાવતા તથા કોમી એકતા અને ભાઈચારાની લાગણી ધરાવનાર સુફીસંત હઝરત ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીના ચિશ્તી (ર.અ.)ના શાનમાં ન્યૂઝ-૧૮ના એન્કર અને કોમી માનસિકતા ધરાવતા શૈતાન અમીશ દેવગણ એક લાઈવ ડિબેટમાં અને તેના મળતિયાઓએ અશોભનીય વાણી વિલાસ કરતા તેના ભારતમાં હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓમાં ઘેરા પડઘા પડયા છે અને ચોમેરથી વિરોધનો પ્રચંડ લાવા ફાટી નીકળ્યો છે અને આ શૈતાન દેવગણ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. એક તરફ દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે ટી.આર.પી. વધારવા કેટલીક ચેનલો મુસ્લિમ વિરોધી ઝેર ઓકી રહી છે જેથી દેશમાં નફરતનો માહોલ પેદા થયો છે મુસ્લિમોમાં ભય તથા ડરની લાગણી ફેલાઈ ગઈ છે. કોરોનામાં પણ મુસ્લિમો સામે કેટલીક ચેનલો દ્વારા આક્ષેપો કરી નફરત ફેલાવવામાં આવી હતી. જેમાં મુસ્લિમોને ઘણુ નુકસાન વેઠયું હતું.ત્યારે આ શૈતાન અમીશ દેવગણની આ ભડકાઉ અને ઉશ્કેરણીજનક ચેષ્ટા સામે ગુજરાતમાં પણ પ્રચંડ વિરોધ ઉઠવા પામ્યો છે જેમાં વાંકાનેર ખાતે ઈરફાન પીરઝાદાએ સિટી પોલીસ સ્ટેશનમાં અમીશ દેવગણ તથા તેના મળતિયાઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જેમની સાથે શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરાઅરા આબીદ ગઢવારા, સરફરાજ પરાસરા અને મુસ્તકીમ માહી હાજર રહ્યા હતા. મોરબી ખાતે મોરબી સુન્ની મુસ્લિમ સમાજના નાયબ શહેર ખતીબ સૈયદ સિદ્દીક જિલાનીમિયાં મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી આરોપી અંગે સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી જયારે જામખંભાળિયાના એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વારકા જિલ્લાના પોલીસવડાને આવેદન પાઠવી આરોપી સામે ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.