(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
આખા વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે, એવામાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે વિશ્વભરના જુદા-જુદા દેશોમાં લોકડાઉન અથવા તો કરફ્યૂની ઘોષણા કરવામાં આવી હતી. સાથે જ તેની રસી શોધવા માટે પણ દુનિયાભરના વૈજ્ઞાનિકો તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે બનારસ હિંદુ યુનિવર્સિટી (બીએચયુ)ના પૂર્વ પ્રોફેસરે દાવો કર્યો છે કે, ગંગાજળથી કોરોના વાયરસનો નાશ કરી શકાય છે. બીએચયુ પૂર્વ પ્રોફેસર યુ.કે.ચૌધરી, કે જેઓ બીએચયુના આઈઆઈટીમાં અભ્યાસ કરાવી ચૂક્યા છે અને આઈઆઈટીમાં ગંગા રિસર્ચ સેન્ટરના સંસ્થાપક છે, તેમણે કહ્યું કે, ગંગાના પાણીમાં બેક્ટેરિયાનો નાશ કરવાના ઘણાં પ્રકારના હ્યૂમન ફ્રેન્ડલી વાયરસ છે અને આપણા વેદ પુરાણ તેમજ ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે, ગંગાજળ એક ઔષધીય જળ છે અને ત્યારબાદ વૈજ્ઞાનિકોએ પણ એવી શોધ કરી છે કે, ગંગાના પાણીમાં બિમારી ફેલાવનારા બેક્ટેરિયાને સમાપ્ત કરનારા જીવાણું છે. પ્રોફેસર ચોધરીએ વધુમાં જણાવ્યું કે, જો આપણે હિમાલયમાંથી નીકળતી ૩ નદીઓ એટલે કે, ગંગા, યમુના અને સોનના પાણીને જોઈએ તો ત્રણેયના પાણીના રંગ અલગ-અલગ છે. ગંગાજીનું પાણી સફેદ છે, તો યમુનાજીનું પાણી આછા વાદળી રંગનું છે, તેનાથી ઘણું બધું સ્પષ્ટ થાય છે. પ્રોફેસર ચોધરીએ કહ્યું કે, ગંગાજળના ઉપયોગથી હવા પાણી અને જમીન પર કોરોના વાયરસના સંક્રમણ પર નિયંત્રણ મેળવી શકાય છે. તેમણે કોરોના વાયરસ વિરૂદ્ધની લડતમાં ગંગાજળના ઉપયોગનું સૂચન કર્યું છે.
ગંગાજળ માત્ર પાપનો જ નહીં પરંતુ કોરોનાનો પણ નાશ કરી શકે છે : BHUના પ્રોફેસર

Recent Comments