પૂરૂં નામ : મહમૂદ ગઝનવી
જન્મ : ર નવેમ્બર ૯૭૧(આશરે) ગજની, અફઘાનિસ્તાન
રાજ્યાભિષેક : ૧૦૦રથી ૧૦૩૦
મૃત્યુ : ૩૦ એપ્રિલ-૧૦૩૦, ગઝની, અફઘાનિસ્તાન

મહમૂદ ગઝનવીનો જન્મ ર નવેમ્બર ૯૭૧એ (આશરે) અફઘાનિસ્તાનના ગઝનીમાં થયો હતો. મહમૂદ ગઝનવી મધ્ય અફઘાનિસ્તાનમાં કેન્દ્રિત ગઝનવી વંશના એક મહત્ત્વપૂર્ણ શાસક હતા જે પૂર્વી ઈરાન ભૂમિમાં સામ્રાજ્ય વિસ્તાર માટે ઓળખાય છે. તે તુર્ક મૂળના હતા અને પોતાના સમકાલીન (અને પછીના) તુર્કોની જેમ પૂર્વમાં એક સુન્ની ઈસ્લામી સામ્રાજ્ય બનાવવામાં સફળ થયા. તેમના જીતેલા પ્રદેશોમાં આજના પૂર્વી ઈરાન, અફઘાનિસ્તાન અને સંલગ્ન મધ્ય એશિયા, પાકિસ્તાન અને ઉત્તર-પશ્ચિમ ભારત સામેલ હતા. ભારતમાં ઈસ્લામી શાસન લાવવા અને આક્રમક શાસક રૂપે ઓળખાય છે. તે પિતાના વંશથી તુર્ક હતા પણ તેમણે ફારસી ભાષાના પુનઃજાગરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. ગઝની જે મધ્ય અફઘાનિસ્તાનમાં સ્થિત એક નાનકડું શહેર હતું જેને મહમૂદે મોટા સામ્રાજ્યમાં બદલી દીધું. બગદાદના ઈસ્લામી (અબ્બાસી) ખલીફાએ તેમને સુલતાનની પદવી આપી. ભારત (પંજાબ)માં ઈસ્લામી શાસન લાવવાને કારણે પાકિસ્તાન અને ઉત્તરી ભારતના ઈતિહાસમાં તેમનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ગઝનીના સામ્રાજ્ય પર તેમના અનુગામીઓ દ્વારા ૧પ૭ વર્ષ શાસન કરવામાં આવ્યું હતું. મહમૂદના શાસન દરમ્યાન યુનિ.ની સ્થાપના, ગણિત, ધર્મ, માનવતા અને દવા જેવા વિવિધ વિષયોના અધ્યયન માટે કરવામાં આવી હતી. ૩૦ એપ્રિલ ૧૦૩૦ના રોજ સુલતાન મહમૂદ પ૮ વર્ષની ઉંમરે ગઝનીમાં મૃત્યુ પામ્યા. સુલતાન મહમૂદને તેના છેલ્લા યુદ્ધ દરમ્યાન મેલેરિયા થયો હતો. મેલેરિયાથી થતી તબીબી જટિલતાઓને લીધે ઘાતક હૃદયરોગ થયો હતો. પાકિસ્તાનની સેનાએ ગઝનીના મહમૂદના સન્માનમાં તેની ટૂંકી અંતરની બેલિસ્ટિક મિસાઈલનું નામ ગઝની મિસાઈલ રાખ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાન સૈન્ય એકેડેમી જ્યાં કેંડેટ્‌્‌સને પાકિસ્તાનના સૈન્યના અધિકારી બનવાની તાલીમ આપવામાં આવે તે ગઝનીના મહમૂદની તેમની બાર કંપનીઓમાંની એક નામ ગઝનવી કંપનીનું નામ આપીને શ્રદ્ધાંજલિ આપે છે.