(એજન્સી) ગઢચિરોલી, તા.ર૪
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં રવિવારે નકસલવાદીઓ સાથેની અથડામણમાં શંકાસ્પદ નકસલીઓના મોતનો આંકડો ૩૭ પર પહોંચ્યો છે. સલામતી દળોએ કસાનસુરના જંગલોમાંથી મૃતદેહો કબજે કર્યા હતા. ઈન્દ્રાવતી નદી કિનારેથી ૧૬ જેટલા ક્ષતિગ્રસ્ત મૃતદેહો મળ્યા હતા. રવિવારે કોબ્રા કમાન્ડો સાથે ભીષણ અથડામણમાં ગઢચિરોલીના જંગલોમાં ગન ફાઈટ થતાં ૧૬ માઓવાદીઓ માર્યા ગયા હતા. ૩૬ કલાક બાદ બીજા મૃતદેહો મળ્યા હતા. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કેટલાક માઓવાદીઓ જંગલમાં નાસી છૂટયા હતા. ૧૬ માઓવાદીઓના મૃતદેહો કસનસોરથી મળ્યા હતા. તેમની પાસેથી ર એકે-૪૭ રાઈફલ, બે એસઆઈઆર રાઈફલો મળી આવી હતી.