બાવળા, તા.૧૭
ગઢડા શીરવાણીયા વિસ્તારમાંથી અજાણી મહિલાની અર્ધ-દટાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. જેનો ગઢડા પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે.
પોલીસે આ અજાણી સ્ત્રીની લાશ બાબતે બાતમીદારો તથા વોટસએપની મદદથી ભેદ ઉકેલી નાખ્યો હતો. જેમાં આ લાશ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના મીનાબેન આજણભાઈ બારંગીયા (ઉ.વ.ર૩)ની હોવાનું જાણવા મળેલ. તા.ર૪-૧૦-૧૭ના રોજ તેઓ ઘરેથી કહ્યા વગર જતા રહ્યા હતા. તેમના મૃત્યુ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે તેમને ચુકા તાલુકાના આમરડી ગામના બળવંત ઉર્ફે બળદેવ નથુભાઈ સોલંકી સાથે પ્રેમ સંબંધ હોવાથી ભાગીને ગઢડા આવતા રહ્યા હતા અને ગઢડા ખાતે એકાદ મહિનો બળવંત તથા તેના ભાઈ ગોવિંદ સાથે રહેલ ત્યારપછી ગઢડાથી બંને જતા રહ્યા હતા. પોલીસ વાપી પાસેના સેલવાસમાંથી બળવંતને ઝડપી લઈ સઘન પૂછપરછ કરતા મીનાબેનને પહેલેથી શ્વાસોશ્વાસની તકલીફ હોઈ અને બીમારી વધી જતા તા.૧૭-૧ર-૧૭ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટીબી વોર્ડમાં દાખલ કરેલ જ્યાં સારવાર વેળા મોત નિપજ્યું હતું. બાદમાં તેમની લાશને ગઢડા ખાતે લઈ આવેલ અને પોતાની પાસે કોઈ સગવડતા ન હોઈ કે અન્ય કોઈ ઓળખીતુ ન હોય તેના ભાઈ ગોવિંદની સાથે મીનાબેનની લાશની દફનવિધિ કરી હતી. પરંતુ ખાડો ઉંડો ન થતા લાશ વધુ ઉડી દફનાવેલ ન હોવાથી મીનાબહેનની લાશને જાનવરોએ ખોદી કાઢતા બિનવારસી હાલતમાં મળી હતી. આમ ગઢડા શીરવાણિયા વિસ્તાર પાસે તળાવમાંથી અર્ધ-દટાયેલ હાલતમાં મળી આવેલ મહિલાની લાશનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો.
ગઢડા શીરવાણિયા વિસ્તારમાંથી અર્ધ દટાયેલ હાલતમાં મળી આવેલ મહિલાની લાશનો ભેદ ઉકેલાયો

Recent Comments