અન્ય ત્રણ આરોપી ફરાર હિંમતનગર, તા.ર૩
હિંમતનગર આવેલા ગઢોડા ગામની સીમના બોરકૂવાની ઓરડીમાં રહેતા પરિવારની એક મહિલા પર ત્રણ દિવસ અગાઉ રાત્રે એક કારમાં આવેલા પાંચ શખ્સો પૈકી બે શખ્સોએ પરિવારજનોની હાજરીમાં મહિલા પર સામૂહિક દુષ્કર્મ કર્યાબાદ તેઓ ધમકી આપીને ભાગી ગયા હતા સામૂહિક દુષ્કર્મમાં સંડોવાયેલા પાંચ પૈકી બે જણાને હિંમતનગરના સરકારી વિસ્તારમાંથી ઝડપી લઈ ફરાર થઈ ગયેલા ત્રણ શખ્સોની તપાસ હાથ ધરી છે.
આ અંગે એલ.સી.બી.ના સુત્રોમાંથી મળતી માહિતી મુજ્બ ગત તા.ર૦ જુલાઈના રાત્રે ગઢોડા ગામની સીમમાં આવેલા એક બોરકૂવા પર રહેતા શ્રમજીવી પરિવારની ઓરડીમાં જઈ પાણી માગ્યું હતું. દરમિયાન પોલીસની ઓણખ આપીને બે જણાં ઓરડીમાં ઘૂસી ગયા હતા જ્યાં સૂઈ રહેલ મહિલા, પાંચ બાળકો તથા તેના પતિને બંદીવાન બનાવી દીધા હતા ત્યારબાદ કારમાં આવેલા પાંચ શખ્સો પૈકી ત્રણ જણા ઓરડીની બહાર ચોકીફેરો કરવા ઉભા રહ્યા હતા અને ઓરડીમાં ગયેલા બંને જણાએ મહિલાના પતિ તથા બાળકોની હાજરીમાં દેષ્કર્મ કરી ધમકી આપી ભાગી ગયા હતા.
ઘટના અંગે હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદ બાદ ગુનાની ગંભીરતા સમજીને જિલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલીકે સામૂહિક દુષ્કર્મનો ભેદ ઉકેલવા વિવિધ ટીમો બનાવીને તપાસનો દોર આરંભ્યો હતો. જેમાં પોલીસન બોરકૂવાની ઓરડીમાં રહેતા પરિવાર પાસેથી મળેલી માહિતીને આધારે મોડાસા તરફથી તથા હિંમતનગરથી જતાં વાહનોના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ તપાસવામાં આવતા પોલીસને શંકાને આધારે સફેદ કલરની જાયેલો કાર નં.જીજે.૦૮.આર.૮ર૮૩ની તપાસ હાથ ધરવા માટે બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં તપાસ તાર લંબાવ્યા હતા જે આધારે પોલીસને આ દુશકર્મના હવસખોરોને ઝડપી લેવાનો માર્ગ મોકળો બન્યો હતો.
પોલીસને તપાસ દરમિયાન બોરકુવાની ઓરડીમાં ઘૂસેલા તલોદ તાલુકાના માલવણ ગામના રામાભાઈ અભાભાઈ વાદી તથા મોડાસના ચાંદ ટેકરી વિસ્તારમાં રહેતો શાહરૂખ ઉર્ફે બોડો યાકુબભાઈ મુલતાની હોવાનું જણાવ્યું હતું. કારમાં તેમની સાથે આવેલા મોડાસાના તૌફીક શફી, શેરખા મુલતાની, સીરાજ યુસુફ મુલતાની તથા સાજીદ યુસુફ મુલતાની સામેલ હોવાનું તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું જેથી પોલીસે ગત તા.ર૦ જુલાઈના રોજ નાકાબંધ કરી હતી પરંતુ તેઓ કોઈક ગુપ્ત સ્થળે સંતાઈ ગયા હોવાનું જણાયું હતુ તેમ છતાં પોલીસે મોબાઈલ અને પોલીસના બાતમીદારો પાસેથી મળેલી બાતમીના આધારે ટીમોને કામગે લગાડી દેવાઈ હતી.
દરમિયાન સોમવારે આ પાંચેય જણા મીરાદાતારથી હિંમતનગર થઈ મોડાસા તરફ જઈ રહ્યા છે તેવી બાતમી મળતા એલસીબીએ નાકાબંધી કરીને વાહનોની તપાસ આરંભી હતી દરમિયાન સહકારી જીન વિસ્તારમાંથી પસાર થઈ રહેલ જાયલો કાર નં. જીજે.૦૮.આર.૮ર૮૩ની ઝડતી લેતા તેમાંથી રામાભાઈ વાદી અને શાહરૂખ ઉર્ફે બોડો મુલતાની પકડાઈ ગયા હતા જેથી બંનેને પોલીસે અટકાયત કરી સામૂહિક દુષ્કર્મમાં સંડોવાયેલા અન્ય શખ્સો અંગે પૂછપરછ કરતા તેમાં મોડાસાના ચાંદટેકરીના તોફીક સફી શરખા મુલતાની, સીરાજ યુસુફ મુલતાની તથા સાજીદ યુસુફ મુલતાની ગાડીમાં સાથે આવ્યા હોવાનું કબુલ્યું હતું જો કે, આ ત્રણેય જણા દુષ્કર્મની ઘટના બાદ પોલીસના ડરથી ફરાર થઈ ગયા હતા જેથી પોલીસે પાંચે જણા વિરૂદ્ધ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ફરાર થઈ ગયેલા ત્રણેય શખ્સોની તપાસ આદરી છે.