(એજન્સી) તા.૧
ગત વર્ષની લોકસભા ચૂંટણીમાં લડ્યા બાદ કોંગ્રેસ છોડનારી અભિનેત્રી-રાજકારણી ઉર્મિલા માંતોડકર હવે શિવસેનામાં જોડાયાં છે. પાર્ટીમાં જોડાવવા માટેનો નાનો સમારોહ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં માતોશ્રી ખાતે તેમના નિવાસસ્થાન પર યોજાયો હતો. તેમના વિશે રાજ્યની વિધાનસભાની પરિષદમાં રાજ્યપાલના ક્વોટાથી જોડાવાની સંભાવના છે. રાજ્યની શાસક પાર્ટી, સેના સાથે ગઠબંધિત, મહા વિકાસ અઘાડી, કોંગ્રેસ અને શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ પહેલા જ તેમનું નામ મહારાષ્ટ્રના રાજ્યપાલ બી.એસ. કોશિયારીને આગળ મોકલી દીધું છે. ૪૬ વર્ષીય ઉર્મિલા માંતોડકર ગયા વર્ષે માર્ચ મહિનામાં રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયાં હતાં અને મુંબઈ ઉત્તરના મત ક્ષેત્રમાંથી રાષ્ટ્રીય ચૂંટણી લડ્યાં હતાં અને નિષ્ફળ થઈ હારી ગયાં હતાં. સપ્ટેમ્બરમાં તેમણે કોંગ્રેસ પાર્ટીને છોડી દીધી. અને પોતાના રાજીનામામાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે સાત મહિના સુધી પાર્ટીમાં રહ્યા પછી પાર્ટી છોડવાનું કારણ એ છે કે પાર્ટીના નેતાઓ જૂથવાદમાં માને છે અને પોતાના જ ઉમેદવાર વિરૂદ્ધ કામ કરે છે.