ચીન અને ભારત વચ્ચે સરહદ મામલે હાલ વાતાવરણ તંગ છે. ગતરોજ ચીને ભારતના ર૦ જવાનોને શહીદ કરી નાખતા દેશવાસીઓમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે અને ચીન ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનું એલાન આપી ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને ચીનના માલ-સામાનની હોળી કરી ચીની વડાપ્રધાનના પુતળાનું દહન કરવાના કાર્યક્રમો અપાઈ રહ્યા છે. ગુરૂવારના રોજ એનએસયુઆઈ દ્વારા મ્યુનિસિપલ કાઉન્સિલર શાહનવાઝ શેખની આગેવાનીમાં ગદ્દાર ચીનના માલ-સામાનનો બહિષ્કાર કરવાની દેશવાસીઓને અપીલ કરવામાં આવી હતી.