મંદિરના શિલાન્યાસ સમયે મહંત નૃત્ય ગોપાલદાસ સાથે હાજર ઁસ્, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સંઘપ્રમુખ ભાગવતની તબિયત અંગે ચિંતા વધી
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંચ પર હાજર રહેવાના એક આઠ દિવસ બાદ રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસ ગુરૂવારે કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત પાંચમી ઓગસ્ટે યોજાયેલા કાર્યક્રમમાં મહંત સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા આરએસએસના પ્રમુખ મોહન ભાગવત પણ મંચ પર હાજર હતા. ઉત્તરપ્રદેશ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મથુરાના જિલ્લા અધિકારી સર્વજ્ઞ રામ મિશ્રા સાથે વાત કરી છે અને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલના ડૉ. નરેશ ત્રેહાનને આગ્રહ કર્યો છે કે, મહંતને તાત્કાલિક મેડીકલ સારવાર પુરી પાડવામાં આવે.
સરકારી નિવેદનમાં જણાવાયું છે કે, કોરોના સંક્રમિત થનારા મહંતની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાસ્થ્યની જાણકારી મેળવી છે અને મથુરામાં તેમની સારસંભાળ લેવા ડોક્ટરોને આગ્રહ કર્યો છે. કલેક્ટર મિશ્રાએ જણાવ્યું કે, મહંતને સામાન્ય તાવ છે. તેમને શ્વાસ લેવામાં થોડી મુશ્કેલી છે પરંતુ કોઇ ગંભીર ચિંતા નથી. તેમનો એન્ટિજન ટેસ્ટ કરાતા પોઝિટિવ આવ્યો હતો. મુખ્યમંત્રીએ તેમને મેદાંતા હોસ્પિટલમાં લઇ જવા આગ્રહ કર્યો છે. મહંત રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના પ્રમુખ છે જે મંદિરના બાંધકામ અને સંચાલન માટે કેન્દ્ર દ્વારા બનાવાયું છે. ગયા અઠવાડિયે વડાપ્રધાને મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. મંદિર ટ્રસ્ટના મહંત કોરોના પોઝિટિવ આવ્યા બાદ પીએમ મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સંઘ પ્રમુખ મોહન ભાગવત અંગે દેશના લોકોમાં ચિંતા વધી ગઇ છે. આ તમામ લોકો કોરોના ટેસ્ટ કરાવશે કે કેમ તે અંગે તર્કવિતર્ક શરૂ થઇ ગયા છે.
Recent Comments