વડોદરા, તા. ૧૮
મોટા કરાળા ગામ નજીક શકુબા ફાર્મ ગેટ પાસે અકસ્માતમાં ભાલોદ ગામે રહેતા સચીન માછી નામના યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે તેના બે મિત્રો જયદીપ અને રવિને ઇજાઓ થઇ હતી.
સચિન રણછોડ માછી (ઉ.વ.૨૫, રહે. ભાલોદ, તા.ઝઘડીયા) તથા તેના વડોદરા આજવા રોડ કિશનવાડી ખાતે રહેતો મિત્ર જયદીપ અને રવિ સાથે બાઇક ઉપર ત્રણ સવારી રાજપીપળાથી વડોદરા નવરાત્રી ઉત્સવ જોવા માટે આવી રહ્યા હતા. તે વખતે તેઓને મોટા કરાળા ગામ નજીક આવેલ શકુબા ફાર્મ હાઉસના ગેટ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને સામેથી અડફેટે લીધી હતી. જેમાં ત્રણેય યુવાનો બાઇક પર નીચે પડયા હતા. ઇજાગ્રસ્ત પૈકી સચિન માછીનું મોત નિપજ્યું હતું. જ્યારે જયદીપ અને રવિને ઇજાઓ થતાં સારવાર માટે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત મોતના બનાવની ફરીયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.