(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.૧૨
રાંધણગેસ સિંલિન્ડર, પેટ્રોલ, ડીઝલના, વધતા જતા ભાવ અંકુશમાં રાખવા અને તેના પરથી ગુજરાત સરકાર તમામ ટેક્સ ઘટાડે અને ગરીબ અને મધ્યમવર્ગના લોકોના ખાતામાં રૂપિયા ૧૦ ગજારની આર્થિક સહાય જમા કરાવો અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને ઉદેશીને કલેક્ટરને આવેદનપત્ર રાખવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી લોકોની રોજિંદી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ રાધણગેસ સિંસિન્ડર, પેટ્રોલ ડીઝલના ભાવ ગુજરાત સરકારના ટેક્સના કારણે ભાવ આસમાને જઈ રહ્યા છે જેનાથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયેલ છે જેથી રાજ્ય સરકાર આવા જરૂરિયાતમંદ લોકોને કોવિડ-૧૯ની મહામારીમાં ૬૦ દિવસના લોકડાઉન દરમિયાન મહિને માસિક રૂપિયા દસ હજાર આર્થિક સહાય દેવાની જરૂરિયાત હતી તેમાંથી આપની સરકાર છટકી રહી છે આવા સંજોગોમાં પેટ્રોલ ડીઝલ અને રાંધણગેસ સિંલિન્ડરના દિવસે ને દિવસે સરકારના દ્વારા તગડા ટેક્સના કારણે વધારાઈ રહ્યા છે જેથી તેના પરનો ટેક્સ હાલ પૂરતો નાબૂદ કરવા અને દરેક ગરીબ અને મધ્યમવર્ગના ખાતામાં રૂપિયા ૧૦ હજારની રોકડ સહાય જમા કરાવા અને અતિ ગરીબ લોકોને ઓગસ્ટ માસ સુધી રાંધણગેસ સિંલિન્ડર મફતમાં આપવાની માંગણી સાથેનું જૂનાગઢ જિલ્લા કલેક્ટર મારફતે આવેદન છે વહેલી તકે યોગ્ય થવા વિનંતી. બસ એજ આપના સહકારની અપેક્ષા સહ.