કોરોના મહામારીના કારણે હાલ રાજ્યભરના ધાર્મિકસ્થળો બંધ હોવાથી શ્રદ્ધાળુઓ અને અકીદતમંદો મંદિર કે દરગાહોમાં જઈ શકતા નથી પરિણામે ફૂલ બજારમાં પણ કાગડા ઊડી રહ્યાં છે. ખાસ કરીને હિંદુ સમાજના આ માસમાં તહેવારો વધુ આવતા હોવા છતાં મંદિરો સૂમસામ છે. આથી મંદિરોમાં ચઢાવવામાં આવતા પીળા ફૂલ (ગલગોટા)ની માંગ ન હોવાથી ખેતરો ગલગોટાના ફૂલોથી ભરાઈ ગયા હોવા છતાં ખેડૂતો માંગ ન હોવાથી ફૂલો તોડી બજારમાં લઈ જઈ શકતા નથી આથી હજારો રૂપિયા ખર્ચ પાણીમાં જાય તેવી શક્યતા છે.