(એજન્સી) નવી દિલ્હી,તા.૧૭
લદ્દાખની ગલવાન ખીણ ખાતે ચીનના સૈનિકો સાથે થયેલી અથડામણ મામલે કોંગ્રેસે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારને જવાબદાર ઠેરવી હતી. આ લોહિયાળ સંઘર્ષમાં ભારતના ર૦ જેટલા સૈનિકો શહીદ થયા હતા. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર હવે મૌન છે. ૪૦ દિવસ સરકાર મૌન રહ્ય બાદ દેશને આ પ્રકારની સ્થિતિની અપેક્ષા ન હતી. કેન્દ્ર સરકારની નિષ્ફળતાના કારણે દેશને કૃત્યભંગ કરનારો આ દિવસ જોવા મળ્યો કોંગ્રેસે જણાવ્યું હતું કે ચીને ભારતીય જમીન પચાવી પાડી છે અને ભારતના સૈનિકો શહીદ થયા છે. શું આવા સમયે વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીના મૌનની અપેક્ષા રાખી શકાય તેવો સવાલ સુરજેવાલાએ કર્યો હતો. સુરજેવાલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તથા વિપક્ષના અન્ય નેતાઓએ સરહદ પરની સ્થિતિ સ્પષ્ટ કરવા કેન્દ્ર સમક્ષ માગ કરી હતી. છતા સરકાર ચૂપ રહી સરકારે સરહદની વ્યસ્તવિક સ્થિતિ દેશથી છુપાવી હતી મોદી સરકારમાં પ્રશ્નો પૂછવા અંગે માહિતીની આપલે કરવા પર પ્રતિબંધ છે.