કોલકાત્તા,તા.૨૩
એમએસ ધોની એક એવો ખેલાડી છે કે, જેની ગણના દુનિયાના નંબર ૧ વિકટકીપરમાં થાય છે. ધોની જેવું દિમાગ, વિકેટની પાછળ તેની સ્ફૂર્તિ લગભગ જ કોઈ વિકટકીપરની અંદર હોય, પણ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને હાલના બીસીસીઆઈના અધ્યક્ષ સૈરવ ગાંગુલીએ પોતાની ટીમમાં ધોનીની વિકેટકીપર તરીકે પસંદગી કરી નથી. એ સુધી કે ગાંગુલીએ ધોનીને ટીમમાં પણ જગ્યા આપી ન હતી. ગાંગુલીએ તમામને ચોંકાવતા ધોનીની જગ્યાએ ઋષભ પંતને મોકો આપ્યો છે. સૌરવ ગાંગુલીએ પોતાની આઇપીએલ ફેન્ટસી ઈલેવનનું એલાન કર્યું છે. જેમાં તેણે પોતાને જ કેપ્ટન ગણાવ્યો છે. અને વિકેટકીપર તરીકે ઋષભ પંતને મોકો આપ્યો છે. જો કે ગાંગુલીએ ધોનીના બદલે પંતને પસંદ કરવાનું કારણ જણાવ્યું નથી. તેણે ફક્ત એટલું જ કહ્યું છે કે, આ ટીમ ફક્ત મજા માટે જ પસંદ કરવામાં આવી છે. ગાંગુલીએ કહ્યું કે, પંત એક યુવા વિકેટકીપર છે અને તે આ મુદ્દા પર કોઈ ચર્ચા કરવા નથી માગતો.
ગાંગુલીએ પોતાની ટીમમાં ધોનીને સામેલ ન કરતાં ફરી એકવાર ધોનીના સંન્યાસની ચર્ચાઓ ઉઠવા લાગી છે. વર્લ્ડ કપ બાદ સતત ધોની ટીમ ઈન્ડિયાથી બહાર રહ્યો છે. અને તે ક્યારે ટીમમાં કમબેક કરશે તે અંગે પણ હજુ સુધી કોઈ જાણતું નથી. આ મામલે આજે પણ સસ્પેન્સ યથાવત રહ્યું છે. ત્યારે સૌરવની ટીમથી લોકો કહી રહ્યા છે, ધોની ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેશે.
ગાંગુલીની ટીમઃ સૌરવ ગાંગુલી (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ડેવિટ વોર્નર, ઋષભ પંત, આંદ્રે રસેલ, જસપ્રીત બુમરાહ, માર્ક્સ સ્ટોયનિસ, રિયાન પરાગ, જોફ્રા આર્ચર અને રવીન્દ્ર જાડેજા.