(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૮
ગાંધીજીના પ્રપૌત્રવધુ શિવા લક્ષ્મી ગાંધી તેમના પતિ કનુભાઈ ગાંધીનું બે વરસ પહેલાં અવસાન થતા તેઓ સુરતના ભીમરાડ ગામ ખાતે આવી ગયા હતા. તેઓ ઘણા સમયથી અસ્વસ્થ હતા જેના કારણે તેઓને સુરત ની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શ્વઘણા લાંબા સમયથી નાદુરસ્ત રહેતા ગાંધીજીના પૌત્ર કનુભાઇ ગાંધીના પત્ની શિવા લક્ષ્મીએ ગુરૂવારે રાત્રે સુરતમાં અંતિમ શ્વાસ લીધા હતા. સવારે ગ્રામજનો અને સૌ માટે અંતિમદર્શન રાખવામાં આવ્યા. ગાંધીજીના બીજા પુત્ર રામદાસ ગાંધીના પુત્ર કનુ ગાંધીના પત્ની હતા શિવા લક્ષ્મી ગાંધી. અને ૫૬ વર્ષ સુધી તેઓ અમેરિકા રહ્યા હતા પરંતુ કનુભાઈ ગાંધીનું અવસાન બાદ તેઓ સુરત આવી ગયા હતા.સુરતની ઐતિહાસિક ભૂમિ ભીમરાડ ખાતે તેઓ છેલ્લા બે વર્ષથી સ્થાયી હતા. જ્યાં ગામના બળવત પટેલ અને તેનો પરિવાર શિવાલક્ષ્મી ગાંધીની દેખરેખ રાખી રહ્યા હતા. ગત રોજ રાત્રે ૧૦.૩૦ એ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની અંતિમ યાત્રા સવારે ભીમરાડ ગામ તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી, જ્યાં બધાએ સોશિયલ ડિસ્ટન્સ સાથે અંતિમદર્શન કર્યા હતા અનેતેમણે ભીમરાડ ગામને ઐતિહાસિક અને પ્રવાસન સ્થળ માટે એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી હતી.