અમદાવાદ, તા.૧૭
ગુજરાતની ઓળખ બની ગયેલી વાઈબ્રન્ટ સમિટ દર બે વર્ષે ગુજરાતમાં યોજાય છે. ત્યારે સમગ્ર રાજ્ય વાઈબ્રન્ટ બની જાય છે. આવતીકાલે શુક્રવારથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થશે. ત્રણ દિવસ સુધી યોજાનારી વાઈબ્રન્ટ સમિટનું આવતીકાલે વડાપ્રધાન દ્વારા ઉદ્‌ઘાટન કરવામાં આવશે.
ગુજરાતના મહેમાન બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે અમદાવાદમાં બનેલી નવી એસવીપી હોસ્પિટલ, ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ-શો અને રિવરફ્રન્ટ પર શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ હવે આવતીકાલે તા.૧૮ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ કરાવશે. તા.ર૦ જાન્યુઆરી સુધી ચાલનારી વાઈબ્રન્ટ સમિટમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. જેના સોવરેન વેલ્થ ફંડ્‌સ, પેન્શન ફંડ્‌સ અને સંસ્થાકીય રોકાણકારો સાથે ચર્ચા થશે. ગુજરાત, સ્પ્રિન્ટ ર૦રર થશે. ભવિષ્યવાદી ટેકનોલોજી પર પ્રદર્શન યોજાશે તદ્‌ઉપરાંત વિવિધ ક્ષેત્રને લગતા ૧પથી વધુ સેમિનાર યોજાશે. તેમજ ઓનલાઈન અને સ્થળ પર બીટુબી અને બીટુજી નેટવર્કિંગ થશે. ગુરૂવારથી શરૂ થનારી વાઈબ્રન્ટ સમિટમાં વિવિધ દેશ-વિદેશોના ડેલીગેશન, ઉદ્યોગપતિઓ સહિતના અગ્રણીઓ હાજર રહેશે.