અમદાવાદ, તા.પ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા.૮ નવેમ્બર-ર૦૧૮ને ગુરૂવારે નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકૂલમાં આવેલા કોમ્યુનિટી સેન્ટ્ર ખાતે સવારે ૮ઃ૦૦થી ૮ઃ૪પ સુધી નાગરિકો સાથે નૂતનવર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રક્કદાન કરશે. મુખ્યમંત્રી વિક્રમ સંવત ર૦૭૫ના પ્રથમ દિવસે સવારે ૭ઃ૩૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી ૮ઃપ૦ કલાકે રાજ્યપાલને રાજભવન ખાતે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે. વિજય રૂપાણી સવારે ૧૦ઃ૩૦થી ૧૧ઃ૩૦ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. તે પૂર્વે તેઓ ૯ઃ૪પ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે જવાના છે. મુખ્યમંત્રી બપોરે ૧૧ઃ૪૫ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ ઓફિસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.