રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતીની દેશભરમાં ખાસ કરીને ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીબાપુના સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી. ગાંધીજીના સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન આપવા ગાંધી આશ્રમમાં સ્વચ્છતા અભિયાન પણ શરૂ કરાયું હતું. આ ઉજવણીમાં ભાગ લેવા તમામ ધર્મોના આગેવાનો, સામાજિક સંગઠનોના હોદ્દેદારો અને શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.