ભાવનગર,તા.ર૧
તાજેતરમાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા પ્રેરીત ગાંધી મુલ્યોના માર્ગે પદયાત્રા યોજાઈ હતી. જેનું સમાપન સમારંભ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં થશે ભાવનગર નજીકના લોકભારતી સણોસરા ખાતે પદયાત્રા સમાપન સમારંભમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાજરી આપશે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના આગમનના પગલે સરકારી વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી હેલીકોપ્ટર દ્વારા આવશે કાર્યક્રમના સ્થળ નજીક હેલીપેડ બનાવાયું છે. જ્યાં તેઓ સીધુ ઉતરાણ કરશે અને ગાંધી દર્શન પદયાત્રા બિનરાજકીય છે. પરંતુ ભાજપના કેન્દ્રીય અને રાજ્યકક્ષાના મંત્રીઓ મહાનુભાવો અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.