(સંવાદદાતા દ્વારા) બાવળા, તા.ર
મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિથી કર્મભૂમિ એટલે કે, પોરબંદરથી લઈને સાબરમતી સુધી ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી, વિરમગામ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પંકજસિંહ વાઘેલા, પ્રદેશ મહામંત્રી ગૌતમભાઈ રાવલ, કાંતિભાઈ પ્રજાપતિ, કોંગ્રેસ પ્રદેશમંત્રી પ્રભાતસિંહ મકવાણા, એપીએમસી ડિરેક્ટર રાજેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સચિન પટેલ, સરપંચ અનવરખાન સહિત સંગઠનના હોદ્દેદારો તેમજ કોંગ્રેસ પક્ષના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. ગાંધી યાત્રામાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો દ્વારા વિરમગામ શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અને સાણંદ શહેરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ગાંધીયાત્રા વિરમગામ, સોકલી, સચાણા, વિરોચનગર, છારોડી, ખોડા, ઈયાવા, વાસણા અને સાણંદ શહેર સહિતના વિસ્તારોમાં બાઈકરેલી સ્વરૂપે ફરી હતી.
Recent Comments