(એજન્સી) તા.૧૩
પેલેસ્ટીની મીડિયા અનુસાર, ગાઝાના પુનર્નિર્માણ અંગેની કતાર કમિટીના અધ્યક્ષ રાજદૂત મોહમ્મદ અલ-ઈમાદીએ બુધવારે કહ્યું કે, તેમનો દેશ ગાઝાને સહાય પહોંચાડવામાં અવરોધોનો સામનો કરી રહ્યું છે. સફા ન્યુઝ એજન્સી મુજબ, અલ-ઈમાદીએ વિસ્તારપૂર્વક સમજાવ્યું કે ગાઝામાં કતાર તરફથી મોકલાયેલી સહાયને પ્રવેશવા દેવાની સગવડ અંગે તેનો દેશ સતત ઇઝરાયેલો સાથે સંપર્કમાં રહે છે. નોંધપાત્ર છે કે આ અવરોધો અને પડકારોમાં તાજેતરમાં વધારો થયો છે. તેમણે ખાતરી કરી હતી કે ઈઝરાયેલી કબજાવાળા અધિકારીઓ અને કતારના અધિકારીઓ વચ્ચેના સંદેશ વ્યવહારો કોઈ નવી વાત નથી. આ વાતચીતનો હેતુ પેલેસ્ટીની ભાઈઓ ઉપર લાદવામાં આવેલા ઈઝરાયેલી ઘેરાની અસરને ઓછી કરવાનું છે. રાજદૂતે ભારપૂર્વક કહ્યું કે, કતાર, પેલેસ્ટીનીઓને મદદ કરવાનું ચાલુ રાખશે. જ્યાં સુધી તેમના બધા સંકટો ઉકેલાઈ જતા નથી અને ઘેરો ખતમ કરી દેવાતો નથી. ઈઝરાયેલી સમાચાર વેબસાઈટ, વલ્લાએ ઈઝરાયેલી સુરક્ષા અધિકારીઓના નિવેદન નોંધ્યા જેમાં તેમણે કહ્યું કે, હમાસે ઈઝરાયેલને મધ્યસ્થ વ્યક્તિઓ દ્વારા સંદેશોઓ મોકલ્યા કે ગાઝામાં કતાર તરફથી આવેલી નાણાકીય સહાય અને મહત્ત્વપૂર્ણ સહાય પ્રોજેક્ટને અમારા સુધી પહોંચવા દેવામાં વિલંબ કરવો અસ્વીકાર્ય છે. ઈઝરાયેલી અધિકારીઓએ ધ્યાનમાં લીધું કે આ મુદ્દાઓ હમાસ અને ઈઝરાયેલી સરકાર વચ્ચે થયેલી સમજૂતીનો ભાગ છે.
Recent Comments