(એજન્સી) તા.૧૪
પેલેસ્ટીન આરોગ્ય અધિકારીઓએ રવિવારે ગાઝાપટ્ટીમાં કોરોના વાયરસના પ્રકોપથી બે ઘાતક અને ૧૦૦ પીડિત નોંધવામાં આવ્યા છે. એક નિવેદનમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે વિસ્તારમાં ૧૮૧૯ કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ ૧પ મૃત્યુ અને ર૧૬ લોકો સ્વસ્થ થયા છે. ગાઝામાં સક્રિય કેસની સંખ્યા વધીને ૧પ૮૮ થઈ ગઈ છે. ર૦૦૭ પછીથી એક ક્રોધિત ઈઝરાયેલી નાકાબંદી હેઠળ ગાઝાપટ્ટી દૈનિક ઈલેકટ્રીક આઉટેજ ઉપરાંત દવાઓ અને આરોગ્ય સપ્લાયની ભારે અછતથી પીડિત છે. હમાસની આગેવાનીવાળી સરકારે ર૪ ઓકટોબરે ગાઝાપટ્ટીમાં લોકડાઉનની સાથે સાથે પ્રતિબંધ લગાવી દીધો. જો કે અધિકારીઓએ હાલમાં જ વિસ્તારમાં કેટલાક પાડોસમાં પ્રતિબંધોને ઘટાડી દીધા છે.