(એજન્સી) તા.૨
સોમવારે પેલેસ્ટીની આરોગ્ય અધિકારીઓએ કોરોનાના ૬૯ નવા કેસની સૂચના આપી છે. એક નિવેદનમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ક્ષેત્રમાં પીડિતોની સંખ્યા ૩પ૬ થઈ ગઈ છે. જયારે ચાર લોકોના મોત નીપજયા છે અને ૭ર લોકો સ્વસ્થ થયા છે. મંત્રાલયે જણાવ્યું કે ગાઝામાં સક્રિય કેસની સંખ્યા ર૮૦ સુધી પહોંચી ગઈ છે. વાયરસના પ્રસારને રોકવામાં મદદ કરવા માટે લોકોને સામાજિક અંતર જાળવવાની સૂચના આપી છે તેમજ મંત્રાલયે ગાઝા પટ્ટી પર ૧૪ વર્ષના ઈઝરાયેલી પ્રતિબંધના કારણે જરૂરી આરોગ્ય સપ્લાયમાં અછતની ચેતવણી આપી છે. ગત ડિસેમ્બરથી ફેલાયેલા કોરોનાએ ૧૮૮ દેશોને પોતાની ચપેટમાં લઈ લીધા છે. જેમાં ૮૪૭૦૦૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.