ગાઝા,તા.૨૭
હમાસે ઇઝરાયલના રોકેટ હુમલાને બર્બર ગણાવી વખોડી કાઢ્યો છે અને કહ્યું છે કે આ હુમલાને કારણે ગાઝા ખાતે બાળકોની એક હોસ્પિટલને નુકશાન થયું છે. ઇઝરાયલ વાયુ સેનાએ હમાસ દ્વારા ઈઝરાયલમાં છોડવામાં આવેલા રોકેટ્‌સના જવાબમાં કાર્યવાહી કરતા ગાઝા પટ્ટીમાં સ્થિત હમાસમાં રોકેટ નિર્માણ સ્થળ, ભૂમિગત કેન્દ્રો અને અન્ય સૈન્ય ચોકીઓ પર હુમલા કર્યા હતા. આ જાણકારી શનિવારે ઇઝરાયલના સુરક્ષા દળોએ આપી હતી. સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે વાયુસેના દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. રક્ષા દળોના જણાવ્યા અનુસાર દક્ષિણી શહેર અશ્કેલોન તથા ગાઝા પેટ્ટી સરહદ પાસે હમાસ તરફથી શુક્રવારે મોડી સાંજે ૨ રોકેટ ફાયર કરવામાં આવ્યા હતા. જેને તોડી પાડવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ કહ્યું હતું કે ઇઝરાયલની વાયુ સેનાએ શનિવારે રાત્રે ગાઝા પેટ્ટી તરફથી ઇઝરાયલ તરફ છોડવામાં આવેલા રોકેટના જવાબમાં રોકેટ નિર્માણ સ્થળ, ભૂમિગત ઇમારતો એક સૈન્ય ચોકી સહીત હમાસના આતંકી ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. ઇઝરાયલની સેનાએ ણાવ્યું હતું કે ફિલીસ્તીની આતંકવાદીઓ દ્વારા દેશના દક્ષિણી ભાગમાં ૨ રોકેટ છોડવામાં આવ્યા બાદ શનિવારે ગાઝા પટ્ટીમાં અનેક સ્થળોએ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. હવાઈ હુમલામાં ગાઝાના આતંકી સમૂહ હમાસના રોકેટ નિર્માણ એકમ અને ટ્રેનિંગ કેમ્પ તથા સૈન્ય ચોકીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ફિલીસ્તીની મીડિયામાં આવેલ સમાચારો મુજબ હવાઈ હુમલા પૂર્વી ગાઝા શહેરમાં કરવામાં આવ્યા હતા. જોકે આ હુમલામાં કોઈના માર્યા ગયાના સમાચાર નથી.