(એજન્સી) તા.૧૩
ગાઝાના કેદીઓના મંત્રાલયે ભૂખ હડતાળ કરનારા કેદી મહેર અલ-અખરાસના સમર્થનમાં ગાઝા સિટીમાં રેડ ફ્રાન્સની આંતરરાષ્ટ્રીય સમિતિના મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યા, જે હવે તેમની હડતાળનો ૭૮મો દિવસ છે. યુએન અને અધિકાર સમૂહોને કેદીની સાથે ઊભા થવા માટે બોલાવવામાં આવ્યા, જેમના ડોક્ટરોએ જણાવ્યું કે કોઈપણ ક્ષણે ભૂખ હડતાળના કારણે તેમનું મૃત્યુ થઈ શકે છે, પ્રદર્શનકારીઓએ પ્રશાસનિક કસ્ટડી હેઠળ પેલેસ્ટીનીઓને પકડવાની ઈઝરાયેલની નીતિની પણ ટીકા કરી. રપ વર્ષીય અલ-અખરાસ કેદી જે વેસ્ટ બેંકના કબજાવાળા જેનીન શહેરથી છે. તેણે ર૭ જુલાઈએ ધરપકડ પછી ઈઝરાયેલની પ્રશાસનિક કસ્ટડીમાં રાખ્યા પછી તેણે હડતાળ શરૂ કરી દીધી. તેણે જણાવ્યું કે હું કાં તો પોતાના બાળકોની સાથે સ્વતંત્ર રીતે રહેવા ઈચ્છું છું કાં તો હું ખોટા ન્યાયના નામે મરવા ઈચ્છું છું. તેની પત્નીએ પોતાના મુક્ત થવા માટે દબાણ વધારવાના પ્રયાસમાં ગુરૂવારે પોતાના પતિની સાથે પોતાની ભૂખ હડતાળ શરૂ કરી. ઈઝરાયેલનો કબજો તેની જેલોમાં લગભગ પ૦૦૦ પેલેસ્ટીની છે. જેમાં ૪૩ પ્રશાસનિક કેદી સામેલ છે.