અંકલેશ્વર, તા.૧૦
વૈશ્વિક કોરોનાની મહામારીમાં હવે કોઈ ગામ કે શહેર બાકી રહ્યું નથી અંકલેશ્વર તાલુકાનાં ઉમરવાડા ગામે પણ કોરોના પોઝિટિવ કેસ નીકળતા જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામામાં ગામનો કોરોનાગ્રસ્ત વિસ્તાર ક્વોરન્ટાઈન કરાયો હતો. જેમાં ઉમરવાડાના તળાવ ફળિયામાં આવેલ ઇકબાલ મુસાના ઘરેથી અબ્દુલ યુસુફ મુલ્લાના ઘર સુધીનો વિસ્તાર ક્વોરન્ટાઈન કરાયો હતો જ્યાં સાફ સફાઈ તથા દવા છંટકાવ અને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું જેથી આ વિસ્તારમાં કોરોનાની બીમારી વધુ પ્રસરે નહીં જે માટે ગામના જાગૃત સરપંચ ઇમ્તિયાઝભાઈ માકરોડ તથા ડે. સરપંચ અને ગામના યુવાનો દ્વારા ગામમાં ઠેરઠેર સેનિટાઈઝ કરાયું હતું અને ઘરે ઘર ફરી ને ઉકાળાનું વિતરણ કરાયું હતું અને આ કોરોના વાયરસથી બીમારીથી સાવચેત રહેને ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી.