ભોપાલ,તા.૯
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની પાસે બરખેડી ગામમાં માટી ખોદતી વખતે જમીન ધસી પડતાં ૪ બાળકોના મોત થતાં વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના આ ગામમાં ૭ બાળકો માટી ખોદવા ગયા હતા જેમાં ૬ બાળકો દટાયા હતાં. જેમાંથી ૪ બાળકોને સારવાર અર્થે લઈ જતી વખતે જ રસ્તામાં જ મોત થયું હતું. જ્યારે હાલમાં ૨ની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. બાળકોની ઉંમર ૫થી ૧૨ વર્ષની બતાવવામાં આવી રહી છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને હમીદિયા હોસ્પિટલ મોકલી દેવાયા છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર મધ્યપ્રદેશના ભોપલના બરખેડી ગામમાં સવારે જમીન ધસી પડતાં ૪ બાળકોના મૃત્યું થયા છે. બધા બાળકોની ઉંમર ૫ થી ૧૨ વર્ષની વચ્ચે હોવાનું સામે આવ્યું છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ ગામમાં ૭ બાળકો માટી ખોદવાનું કામ કરવા ગયા હતા. આ દરમિયાન જમીન ધસી પડી અને ૬ બાળકો દબાઇ ગયા હતો. જો કે બાળકોને તરત બહાર નિકાળી લેવામાં આવ્યાં હતા અને હોસ્પટલ સારવાર માટે ખસેડવામાં આવ્યાં. જેમાંથી ૪ બાળકોનાં મૃત્યું થાય છે જ્યારે અન્ય બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ દૂર્ઘટનાને લઇને કલેકટર દ્વાર મૃતક બાળકોના પરિવારજનોને ૪-૪ લાખ રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત કરી છે. જ્યારે પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ બાળકોના મૃત્યું પર શોક પ્રક્ટ કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટિ્વટ કરી સંવેદના વ્યક્ત કરતા કહ્યું પ્રુભ તેમના આત્મની શાંતિ માટે પ્રાર્થના કરી. જ્યારે કમલનાથે ઇજાગ્રસ્તો બાળકો માટે ઇલાજની સાથે-સાથે દોષિઓને સામે કાર્યવાહી કરવા માંગ કરી.
ગામના સાત બાળકો માટી ખોદવા ગયા તે દરમ્યાન ઘટના ઘટી મ.પ્રદેશના ભોપાલમાં જમીન ધસી પડતાં ૪ બાળકોનાં મોત

Recent Comments