અમદાવાદ, તા.૧૪
વિધાનસભામાં મારામારીના મામલે પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે, પ્રશ્નોની ચર્ચા દરમિયાન મને મા સામી ગાળો બોલવામાં આવી હતી તેથી મે આ પગલું ભર્યું છે. મને ગાળો અપાતા હું ઉશ્કેરાયો હતો. ગાળો ખાવી એ મારા સંસ્કાર નથી પણ ગાળો દેવી તે તેઓના સંસ્કાર છે. વધુમાં તેમણે જણાવ્યું છે. શાસકપક્ષ દ્વારા પ્રશ્નોના જવાબ અપાતા નથી અને બીજા રસ્તે લઈ જવાય છે અને આ કૃત્ય પણ ગાળોના લીધે જ થયું છે.