ઉના, તા.૧૪
ગીરગઢડા તાલુકાના જરગલી ગામ રહેતા મેઘજીભાઇ ભીખાભાઇ પરમારની વાડીમાં ગતરાત્રીના પાંચ વનરાજાનું ટોળુ આવી પહોચતા ગાય પર હુમલો કરી મારણ કરેલ હતું. જ્યારે ગામમાં અલગ-અલગ વિસ્તારમાં એક સાથે ૫ સિંહોના ટોળાએ મુંગા પશુઓનુ મારણ કરતા ગામમાં તેમજ વાડી વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. તેમજ સનખડાના માલણ વિસ્તારમાં પાડીનું મારણ કરતા ભયનું વાતાવરણ ફેલાયેલ હતું. ગીરગઢડા તાલુકાના જરગલી ગામમાં ગતરાત્રી એક સાથે પાંચ વનરાજાનું ટોળુ આવી ચડતા ગામમાં તેમજ બાજુની વાડી વિસ્તારના અલગ-અલગ જગ્યા પર ૫ ગાયોનું મારણ કરી મિજબાની માણી હતી. આમ આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમય સિંહોની રંજાડથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયેલ હતું.
ઉનાના સનખડાના માલણ વિસ્તારમાં રહેતા ગોહીલ જગુભાઇ ભગુભાઇના રહેણાક મકાન પાસે પાડીને ખીલે બાંધી હોય મધરાત્રીના સમયે એક સિંહ આવી ચડતા પાડી પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી. જ્યારે પાડીનું ભાભરવાનો અવાજ સાંભળતા જગુભાઇ જાગી જતા ઘરની બહાર નિકળતા સિંહ મારણ કરી નાસી ગયેલ.