ઉના, તા.ર૬
ગીરગઢડા તાલુકાના તુલશ્યામ મંદિરે દર્શનને આવેલા રાજુલા તાલુકાના ઝાંઝરડા ગામે રહેતા મુકેશભાઈ તેના પરીવારના સભ્યો સાથે તુલસીશ્યા ખાતે સુપ્રસિધ્ધ ધામના ગરમ પાણીના કુંડમાં નાહવા પડેલા આ દરમિયાન મુકેશભાઇના પુત્ર નરેન્દ્રભાઇ મુકેશભાઇ સોચા (ઉ.વ.૧૮) પાણીમાં ડૂબી જતાં પરીવારમાં ભારે શોકની લાગણી છવાઇ ગઈ હતી. મુકેશભાઈને બે પુત્ર અને એક પુત્રી છે જેમાંનો મોટો પુત્ર નરેન્દ્ર મુકેશભાઈ સોચા બે દિવસ પૂર્વે ચારધામની યાત્રા કરવા નીકળેલ પ્રથમ સતાધાર ત્યારબાદ જૂનાગઢ ગીરનાર પરબધામ અને ચોથો તુલસીશ્યામ ૩ ધામની પૂર્ણ કરી હતી અને તુલસીશ્યામ ખાતે સુપ્રસિદ્ધ યાત્રાધામમાં તેમનો અંતિમ શ્વાસ લીધો હતો. આ યુવાનનો મૃતદેહને ઉના સરકારી હોસ્પિટલે લાવી પી.એમ કર્યા બાદ પોલીસે મૃતદેહ પરીવાર સાથે જય જલ્યાન ટ્રસ્ટના સેવાભાવી યુવાનો પહોંચી ગયેલા અને માદરે વતન સુધી મૃતદેહને પહોંચાડેલ હતો.