ઉના, તા.૩૦
ગીરગઢડના સનવાવ ગામે રહેતા સાળાની દીકરીને ઓળા ખાવાનું કહી દ્રોણ ગામે રહેતા સગા ફુવાએ દારૂ અને મચ્છીની મીજબાની માણ્યા બાદ બાજુમાં સુતેલી દશ વર્ષની માસુમ બાળા ઉપર દુષ્કર્મ આચર્યાની ઘટનાએ સમગ્ર ગીર પંથકની જનતાને હચમચાવી દેતા ફીટકારની લાગણી સાથે રોષ ફેલાયો છે.
બનાવની મળતી વિગત મુજબ સનવાવ ગામે રહેતા દેવી પૂજક પરીવારની ધો.૫માં અભ્યાસ કરતી દીકરી શાળાએથી અભ્યાસ કરીને પિતાના ઘરે આવતા તેના ઘરે ગીરગઢડાના ફરેડા ગામે રહેતા અને હાલ દ્રોણ ગામે ભાગીયુ કરી જમીન વાવેતર કરતા દિકરીના ફુવા ભીખો જીવન સોલંકી બાળાને તેના માતા-પિતાની રૂબરૂમાં ઓળા ખાવવા વાડીએ આવવા જણાવતા દિકરીના વાલીએ ભીખા સોલંકીને ભોજન લઇને જવા જણાવતા આ હેવાને બાળાના ઘરે ભોજન લીધા બાદ આરામ કરીને સગીર બાળાને પોતાની બાઇક પર બેસાડી સનવાવ ગામેથી લઇ ગયેલ અને ગીરગઢડા ગામ પાસે બસસ્ટેશન નજીકથી મચ્છી અને દેશી દારૂની કોથળી લઇ ગાડીમાં રાખીને દ્રોણ ગામની સીમમાં ભાગીયુ રાખેલ વાડીએ લઇ ગયેલ અને મોડી રાત્રીના સમયે ભીખાએ મચ્છી અને દારૂની મીજબાની માણી બાળા તેની પાસે સુતી હતી. એ વખતે બાળાને નિંદરમાંથી ઉઠાડી તેણે દુષ્કર્મ આચર્યુ હતું. અને આ હેવાનીયત ભર્યુ કૃત્ય કર્યા બાદ તે આરામથી સુઇ ગયેલ અને બાળા આખી રાત દર્દના મારે પિડાતી રહેલ બીજા દિવસે સવારે બાળાને બાઇક પર બેસાડી આ સનવાવ ગામે તેના માતા-પિતાના ઘરે મુકવા ગયેલ એ વખતે બાળાના માતા-પિતા બજારમાં ગરમ મસાલાનો વેપાર કરવા ગયેલ હતા અને આ શેતાન બાળાને છોડી ચાલ્યો ગયેલો સાંજના સમયે માતા-પિતા ઘરે આવતા અને બાળાને પુછતા તેણે પોતાની તબીયત ખરાબ હોવાનું જણાવતા માતાએ પોતાની દિકરીને દવાખાને લઈ જઈ દવા લીધી હતી. ત્યારબાદ પણ દુષ્કર્મનો ભોગ બનેલી બાળા મુડલેશ દેખાતા માતાએ તેને પુછતા રાત્રીના સમયે બાળાએ પોતાના પર ફુવાએ આચરેલ દુષ્કર્મની સમગ્ર ઘટનાનું વર્ણન કરતા બાળાના ફુવાને દિકરીની માતાએ ફોન કરી આવુ શેતાની કૃત્ય કરેલ છે. તેવું જણાવતા ભીખો ઉશ્કેરાઇ ગયેલ અને પોતે આવુ કશુ કર્યુ નથી. તેવું જણાવી વાડીએ આવી જવા ધમકી આપતા દુષ્કર્મનો ભોગ બનેલી બાળાને તાત્કાલીક ૧૦૮ ઇમરજન્સી મારફતે ગીરગઢડા હોસ્પીટલ ખાતે ખસેડતા અને ત્યાર બાદ વેરાવળ અને જુનાગઢ ચેકપ માટે લઇ જવાયેલ છે. આ બાબતની ગીરગઢડા પોલીસમાં ભીખા જીવન સોલંકી સામે બાળાની માતાએ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હેવાનીયત ભર્યુ કૃત્ય કરનાર નરાધમ શેતાનને પકડી પાડી તપાસ હાથ ધરી હતી.