ઉના, તા.૨૪
ગીરગઢડા તાલુકાના બોડીદર ગામની સીમ વિસ્તારમાં દીપડાના આટાફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયેલ હોય આ અંગેની વનવિભાગને જાણ કરતા આ વિસ્તારમાં પાંજરૂ મુકવામાં આવ્યુ હતું. અને રાત્રીના શિકારની લાલચે આવેલ ખૂંખાર દીપડો પાંજરામાં પુરાય જતાં આ વિસ્તારના ખેડૂતોએ હાસકારો લીધો હતો. જોકે અહી અવાર નવાર દીપડાની રંજાડ હોવાથી ખેડૂતોને પોતાના ખેતી પાકમાં પાણી વાળવા મુશ્કેલી બની જતું હોય છે. ગીરગઢડાના સોંદરડી ગામની સીમમાં રવિવારે મધરાત્રીના ખેડૂતો પોતાની વાડીમાં નિંદ્રાધીન યુવાન પર દીપડાએ હુમલો કરતા યુવાન ગોદડુ ઓઢી ગયેલ તેમ છતાં યુવાનનો હાથ ગોદડાની બહાર નિકળી જતાં હાથમાં દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી. આમ ઊના શહેર અને તાલુકામાં દીપડાના આંટાફેરા તેમજ હુમલાની ઘટનાઓ વધુ જતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગીરગઢડા બોડીદરમાં ગામની સીમમાંથી દીપડો પાંજરે પૂરાયો

Recent Comments