ઉના, તા.ર૬
ગીર સોમનાથના ગીર ગઢડાના જગલમાં આવેલા અને બારેમાસ સુંદર રળિયામણું કુદરતી પ્રકૃતિથી ભરેલા લીલાછમ વૃક્ષો અને સાવજની ઢાક વચ્ચે આવેલા જામવાળાનો ખળખળાટ કરતા ડેમના વહેતા પાણીને પણ ધોધના રૂપમાં ફેરવી અનોખું સ્વરૂપ ધારણ કરી સિંગોડા નદીમાં ભરતો ચારે કોર ઊંડી ખાઈ વચ્ચે વહેતા પાણીના ઝંઝીર ધોધ અને મછુદ્રી ડેમ હેઠળ આવતો દ્રોણેશ્વર ચેક ડેમ હાલ ચોમાસાના જંગલના ઉપર વાસમાં ભારે વરસાદ પડતા ડેમ ભરાય ગયેલ હોય અને ઓવર ફ્લો ના પાણી વિલેજ બહાર જતું હોય આ વિસ્તારમાં દ્રોણેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. હાલમાં શ્રાવણ માસ ચાલતો હોય અને દૂર-દૂર વિસ્તારના લોકો દર્શન માટે આવતા હોય અને લોકો આ ડેમ તેમજ ઝંઝીરના વહેતા પાણીના ધોધમાં સેલ્ફી તેમજ નાહવા પડી મોજ મસ્તી લેતા હોય છે આ સમયે કુદરતી નજારો માણવાના ચક્કરમાં આકસ્મિક ઘટનાઓ બનતી હોય તેમાં અનેક આશાસ્પદ માનવ જિંદગી ગુમાવી દેતા હોવાના અનેક બનાવ બની ગયા છે. આ બાબતનું પુનરાવર્તન ન થાય અને લોકો સલામત રહે તેને ધ્યાને લઈ અને હાલમાં ચોમાસાની સિઝન હોઈ ગીરના મધ્ય જગલમાં ભારે વરસાદ પડી જવાના કારણે પાણીની આવક પુષ્કળ પ્રમાણમાં હોય સાવચેતીને ધ્યાને લઈને તહેવાર નિમિત્તે આવતા પ્રવાસીઓની જિંદગી જોખમમાં ન મુકાય તેવા હેતુ સાથે ગીરગઢડા મામલતદાર એચ.આર. કોરડીયાએ આદેશ બહાર પાડી આ વિસ્તારમાં પ્રતિબંધ મૂકી પોલીસ બંદોબસ્ત રાઉન્ડમાં રાખવા આદેશ કરી સિંચાઈ વિભાગ તેમજ વન વિભાગના તંત્રને એલર્ટ કરી કોઈ ગંભીર ઘટનાઓ ન બને તેની તકેદારી રાખવા પત્ર પાઠવેલ છે.
Recent Comments