(સંવાદદાતા)
વેરાવળ,તા.૧૫
કોડીનાર મુકામે મુસ્લીમ ફકીર સમાજની માસુમ બાળા પર થયેલ બળાત્કારના બનાવની સીટ,સી.બી.આઇ., સી.આઇ.ડી. મારફત તટસ્થ તપાસ કરવા અંગે ઓલ ગુજરાત મુસ્લીમ ફકીર દિવાન સમાજ દ્વારા ગીર-સોમનાથ જીલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરી માંગ કરેલ છે. આ અંગે ઓલ ગુજરાત મુસ્લીમ ફકીર દિવાન સમાજના એચ.આર .શાહમદાર સહીતના દ્વારા રાજયના મુખ્યમંત્રી સહીતના ને આપેલ આવેદન પત્રમાં જણાવેલ કે, ગીર-સોમનાથ જીલ્લાના કોડીનાર મુકામે મુસ્લીમ ફકીર સમાજની સગીર વયની માસુમ બાળા પર રાજકીય અગ્રણી પ્રવિણભાઇ ઝાલા દ્વારા અમાનીય કૃત્ય આચરીને માસુમ બાળા પર બેરહમીથી બાળાને વિંખી નાખી બળાત્કાર ગુજારેલ તેમજ આ કૃત્યમાં અન્ય લોકોએ મદદગારી કરેલ જે બાબતે એફ.આર.આઇ. કોડીનાર પોલીસમાં નોંધાયેલ છે. આ કેસમાં અન્ય રાજકીય આગેવાનોની પુરેપુરી સંડોવણી હોવાની શંકા વ્યકત કરેલ છે અને આ પ્રકરણને ભીનું સંકેલી લેવા ઘણા પ્રયત્નો થયેલ છે. ભોગ બનનાર તથા તેના દાદીમાં કે જે ફરીયાદી છે તેને કોડીનાર તાલુકાના અમુક સરપંચો તથા આર.ટી.આઇ. એકટીવીસો ડરાવે છે અને નાણાંકીય લાલચો આપે છે. ભોગ બનનાર માસુમ બાળા તથા તેના દાદીમાં મુસ્લીમ સમાજમાં અતિ પછાત ફકીર જાતના હોય તેને પુરતુ રક્ષણ આપવા માંગ કરેલ છે. આ ઉપરાંત લઘુમતી સમાજની માસુમ બાળા પર બળાત્કાર કરનારા તથા તેને મદદ કરનાર મોટી રાજકીય વગ ધરાવતા હોય જેથી યેનકેન પ્રકારણે આ પ્રકરણમાં પુરતો ન્યાય ન મળે અને સ્થાનીક પોલીસ તટસ્થતાથી તપાસ ન કરે તેમ રજૂઆતમાં જણાવેલ છે અને એફ.આઇ.આર. પછી કોઇ ધરપકડ થયેલ ન હોય ત્યારે આબનાવની તપાસ સીટ, સી.બી.આઇ., સી.આઇ.ડી. દ્વારા તટસ્થ તપાસ કરવાની માંગ કરેલ છે.