(સંવાદદાતા દ્વારા)
વેરાવળ, તા.ર૧
કોરોના ગીર-સોમનાથ જિલ્લાનો પીછો છોડતો ન હોય તેમ બે દિવસ પહેલા તા.૧૯ ના હજુ કોરોનાના નવ દર્દી સ્વસ્થ થતા રજા આપી દેવામાં આવેલ હતી. દરમ્યાન ગઇ કાલે ફરી કોરોનાનો બોમ્બ ફૂટ્યો હોય તેમ વેરાવળ શહેરમાં બે તાલુકાના બોળાશ ગામે એક અને સુત્રાપાડા તાલુકામાં ત્રણ દર્દીઓ કોરોના પોઝિટિવ આવેલ છે અને આ છ કેસોના પગલે વહીવટી અને આરોગ્ય તંત્ર દોડતું થયેલ છે.
વેરાવળ શહેરની હરસીદ્ધી સોસાયટીના મુળ રહેવાસી અને હાલ મહારાષ્ટ્રમાં રહેતા દીનેશ કલ્યાણભાઇ બોરખતરીયા ઉ.વ.રર તથા કૌશલ્યાબેન કલ્યાણભાઇ બોરખતરીયા ઉ.વ.પર બન્ને ગત તા.૧૯ ના રોજ મહારાષ્ટ્રમાંથી ઉના આવેલ અને ત્યાંથી વેરાવળ આવેલ હતા. આ બન્ને અત્રેની સીવીલ હોસ્પીટલમાં ચેકઅપ માટે ગયેલ જયાં શંકાસ્પદ જણાતા બન્નેને આઇસોલેશનમાં રાખીને નમૂના લેવામાં આવેલ હતા જયારે તાલુકાના બોળાશ ગામનો વ્યકિત હિતેશ ગોવિંદભાઇ નાંઢા ઉ.વ.ર૪ ગત તા.૧૭ના રોજ મહારાષ્ટ્રથી ગામમાં આવતા તેને કોરોન્ટાઇન રાખવામાં આવેલ હતો.
આ ઉપરાંત સુત્રાપાડાના હંસાબેન મુળજીભાઇ જેઠવા ઉ.વ.૩૬, પરેશ પ્રાગજીભાઇ પઢિયાર ઉ.વ.ર૬ અને જયેશ જાદવભાઇ કાટેલીયા ઉ.વ.૪૪ રહે. પ્રશ્વનાડાના રિપોર્ટ પોઝિટિવ આવેલ હોવાનું તેમજ આ ત્રણેયની ટ્રાવેલ હીસ્ટ્રીમાં સુત્રાપાડાના બે અમદાવાદ, મુંબઇથી તેમજ પ્રશ્નાવડા ગામના મહારાષ્ટ્રના પાલઘરથી અત્રે આવેલ હોવાનું જાણવા મળેલ છે.