અમદાવાદ, તા.પ

કોરોના મહામારીને લીધે નિયમો મુજબ ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી ત્યારે શનિવારે ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રુપ-Aમાં ૪૧૦ વિદ્યાર્થીઓએ ૯૯ પર્સેન્ટાઈલ જ્યારે ગ્રુપ-Bમાં ૬પપ વિદ્યાર્થીઓએ ૯૯ પર્સેન્ટાઈલ હાંસલ કર્યા છે.

વિગતે વાત કરીએ તો આ વર્ષે કોરોના મહામારી વચ્ચે ૨૪મી ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ૧,૨૭,૨૩૦ વિદ્યાર્થીઓ ૩૪ કેન્દ્રો અને ૬,૪૩૧ પરીક્ષા ખંડમાં પરીક્ષા લેવાઈ હતી. ત્યારે હવે આજે તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કોરોના વાયરસના કારણે આ વર્ષે માત્ર ઓનલાઈન જ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સવારે ૮ કલાકથી બોર્ડ વેબસાઈટ www.gseb.org પર પરીક્ષાનું પરિણામ મૂકવામાં આવ્યું છે. જેમાં ગ્રુપ છમાં ૪૧૦ વિદ્યાર્થીઓએ ૯૯ પર્સન્ટાઈલથી વધુ રેન્ક મેળવ્યો છે. જ્યારે ગ્રુપ મ્માં ૬૫૫ વિદ્યાર્થીઓએ ૯૯ પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યાં છે. જ્યારે ૧૩ હજારથી વધુ વિદ્યાર્થીઓને ૮૦ પર્સન્ટાઈલથી વધુ રેન્ક મળ્યો છે. ગુજકેટની માર્કશીટનું વિતરણ ક્યારે થશે તે અંગે આગામી દિવસોમાં તારીખ જાહેર કરવામાં આવે છે. કોવિડ-૧૯ની ગાઈડલાઈનને અનુસરી ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૪ ઓગસ્ટને સોમવારે ગુજકેટ અને ૨૫થી ૨૭ ઓગસ્ટ દરમિયાન ધો.૧૦ અને ૧૨ સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્યના તમામ જિલ્લા મથકો પર આ પરીક્ષા કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય એ માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની કોવિડ-૧૯ની ગાઈડલાઈનને અનુસરી આ પરીક્ષા રાજ્યના તમામ જિલ્લા મથકો પરથી શાંતિપૂર્વક પૂર્ણ થઈ હતી.