યુવતી અંકલેશ્વરના હીરા વેપારીની પુત્રી છે
(એજન્સી) પટના, તા.૩
બિહારના પાટનગર પટનામાં જઈને વિકલાંગ યુવક જોડે લગ્ન કરવાવાળી ગુજરાતના હીરા વેપારીની પુત્રીની કહાણીમાં નવો વળાંક આવ્યો છે. વેપારી પટનાના જે વિકલાંગ યુવક જોડે લગ્ન કરી હીરા વેપારીની પુત્રી તેની સાથે રહેજવાની વાત કરી રહી હતી તે પોલીસ સામે ફરી ગઈ. પટનાના કદમકુઆના લોહનીપુરના દાસસેનમાં રહેનાર આકાશ શંકર જમુઆર બંને પગથી વિકલાંગ છે. ૩૦ ઓગસ્ટે તેની જોડે મંદિરમાં લગ્ન કર્યા પછી ગુજરાતના અંકલેશ્વરની રહેવાસી, હીરા વેપારીની પુત્ર તાન્યાસિંહ તેના પતિ સાસુ, સસરા સાથે રહેવા તૈયાર હતી. પણ ઘરે પહોંચ્યા પછી તે પોતાના વચનમાંથી ફરી ગઈ. આ પછી આકાશ સહિત તેનો સમગ્ર પરિવાર હાલમાં મુશ્કેલીમાં છે. હવે આકાશ ઉપર અંકલેશ્વરના જીઆઈડીસી પોલીસ મથકમાં આઈપીસી કલમ ૩૬૬ એટલે લગ્ન માટે દબાણ કરવું, ૩૬૩ એટલે અપહરણ કરવું અને પોકસો કાયદાની કલમ ૧ર એટલે જાતીય સતામણી હેઠળ કેસ દાખલ કરાયો છે. આકાશના પિતા વિકાસ શંકર જમુઆરે આ બાબતમાં બિહાર સરકાર પ્રત્યે અરજી કરી છે કે તેમના પુત્રને ન્યાય મળે. પિતાનો આરોપ છે કે ગુજરાત પોલીસે તેની જોડે મારઝૂડ પણ કરી છે અને એક-બે દિવસમાં તેને જેલ મોકલી દેશે. પિતાનું કહેવું છે કે હું મારા બંને પગથી વિકલાંગ પુત્રને જેલમાંથી કઈ રીતે કઢાવીશ. મારી પાસે એટલા પૈસા પણ નથી કે હું ત્યાં જઈ શકું. તેમણે જણાવ્યું કે ચાર દિવસગી ઘરમાં ચૂલો સળગ્યો નથી. તેની માતાની સ્થિતિ ખરાબ છે. આકાશ જોડે તે યુવતીએ દગો કર્યો છે. મને અને પરિવારના કોઈપણ સભ્યને આ વિશે કંઈ જાણ નથી. આકાશ અને તાન્યા વચ્ચે ફેસબુકમાં ચાલી રહેલી પ્રેમભરી વાતો વિશે અમે કંઈ જાણતા નથી. તેમણે જણાવ્યું કે તેમનો પુત્ર કિશોર અવસ્થામાં છે. તેની ઉંમર ૧૯ વર્ષ છે, જ્યારે તાન્યા પોતાના ઘરેથી ભાગીને પોતે અહીં આવી હતી. તેને પાછા જવાનું કહેવાયું હતું પણ તેણે કહ્યું કે તે આકાશ જોડે લગ્ન કરવા આવી છે. પીડિતાના પિતા વિકાસે કહ્યું કે લગ્ન પછી જ્યારે ગુજરાત અને કદમમુઆ મથકની પોલીસ બંનેને મંદિરથી પોલીસ મથક લઈ ગઈ તો તે વખતે તેણીએ કહ્યું હતું કે મને આકાશે કહી દીધું હતું કે તે બંને પગથી વિકલાંગ છે. પણ મથક પહોંચ્યા પછી તે ફરી ગઈ. મારો પુત્ર ખરાબ રીતે ફસાઈ ગયો છે. દર હકીકત તાન્યા અને આકાશ વચ્ચે ફેસબુક દ્વારા ઓળખાણ થઈ હતી. પછી બંનેએ એક બીજાને પોતાપોતાનો મોબાઈલ નંબર આપ્યો. ર૭ ઓગસ્ટની સાંજે તાન્યા પટના પહોંચ્યા પછી આકાશના ઘરે જતી રહી હતી. ૩૦ ઓગસ્ટે બંનેએ ગાંધી મેદાન મથકના ધર્મશાળા મંદિરમાં લગ્ન કર્યા તેજ દરમ્યાન ગુજરાત પોલીસ કદમકુઆ મથકની પોલીસને લઈને ત્યાં પહોંચી ગઈ હતી. અને બંનેને લઈને મથક જતી રહી. ૩૦ ઓગસ્ટની રાત્રે પોલીસ બંનેને વિમાનમાં લઈ રવાના થઈ ગઈ.