અમદાવાદ, તા.ર૩
રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી દર વર્ષે તા.ર૪ ડિસેમ્બરે કરવામાં આવે છે ત્યારે ગુજરાતમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ર૪૧૩૭ ફરિયાદો પેન્ડીંગ છે. ૧૯૯૦થી ગુજરાત રાજ્યમાં શહેર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ર૪૭પરપ ફરિયાદી ગ્રાહકોએ ફરિયાદો દાખલ કરી છે. વિવિધ ગ્રાહક ફોરમે રર૩૩૮૮ જજમેન્ટ આપ્યા છે. ગુજરાતમાં કુલ ર૪૧૩૭ ફરિયાદો પેન્ડીંગ છે. ફકત અમદાવાદ શહેરના મુખ્ય ફોરમમાં ૧૮ર૯ ફરિયાદો, અમદાવાદ એડિશનલ ફોરમમાં ૧૬૯૩ ફરિયાદો, અમદાવાદ ગ્રામ્યમાં ૧ર૮૬ ફરિયાદો પેન્ડીંગ છે. ગાંધીનગર ગ્રાહક ફોરમમાં ૧પપ૦, વડોદરાના બન્ને ગ્રાહક ફોરમમાં ૪૬૬૯, સુરતના બન્ને ફોરમમાં ૩ર૪૯, રાજકોટના બન્ને ફોરમમાં ૯૭૯, આણંદમાં ૯૯૩ ફરિયાદો પેન્ડીંગ છે. ગુજરાતના ડાંગ જિલ્લામાં ૦ અર્થાત એક પણ ફરિયાદ દાખલ થઈ નથી. ત્યારબાદ અન્ય આદિવાસી છોટાઉદેપુરમાં ૧૯ ફરિયાદો, તાપી જિલ્લામાં ૩૩, અરવલ્લી જિલ્લામાં ૯પ ફરિયાદો જ્યારે મોરબી જિલ્લામાં ૧૪૦ ફરિયાદો પેન્ડીંગ છે. એમ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું. વધુમાં મુકેશ પરીખે જણાવ્યું હતું કે, ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ આયોજિત તા.ર૪-૧ર-૧૯ના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની પ્રતિ વર્ષ ઉજવણી કરવામાં આવે છે. તા.ર૪મી ડિસેમ્બર ૧૯૮૬ના દિવસે લોકસભામાં ગ્રાહક સુરક્ષા ધારો પસાર થયો હતો. આથી કન્ઝયુમર પ્રોટેકશન એકટની ૩૪મી હેપ્પી બર્થ-ડે ઉજવવામાં આવશે. અતિશય, અત્યંત આઘાતજનક અને આશ્ચર્યજનક વાસ્તવિકતા સાબિત થાય છે. ગુજરાતમાં રપ લાખની જનસંખ્યા સામે ફકત એક જ ફરિયાદી ગ્રાહક કોર્ટ સુધી પહોંચે છે. ગુજરાતની ૭ કરોડની જનસંખ્યા સામે દરરોજ રપથી ૩૦ ગ્રાહકો ગ્રાહક કોર્ટ સુધી પહોંચે છે. કેન્દ્ર સરકાર, તમામ રાજ્ય સરકારો અને ગ્રાહક સુરક્ષા સંસ્થાઓ ‘‘જાગો ગ્રાહક જાગો’’નો પોકાર કરે છે પરંતુ ગ્રાહક જાગૃત્તિ અને ગ્રાહક અધિકારોની સુરક્ષા માટે કાનૂની લડત આપવા આગળ આવતા નથી તેથી રાષ્ટ્રીય ગ્રાહક જાગૃત્તિ દિવસ અને તા.૩૦ ડિસેમ્બર સુધી ગ્રાહક જાગૃત્તિ સપ્તાહ કાર્યક્રમો નક્કી છે. તા.ર૪ ડિસેમ્બરના રોજ ગાંધી આશ્રમ પાસે બપોરે ર.૩૦થી ૩.૩૦ સુધી વિશાળ બેનરો – પ્લેકાર્ડ સાથે ગ્રાહક જાગૃત્તિના દેખાવો યોજાશે. ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ દ્વારા ગ્રાહકોને જાગૃત્ત કરવાના હેતુથી ગુજરાત રાજ્ય, દેશભરમાં, દેશના તમામ રાજ્યોમાં અને વિશ્વના કોઈપણ દેશોમાં ગ્રાહક સુરક્ષા સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો અને કાર્યવાહી ન થઈ હોય તેવા વિશિષ્ટ-યુનિક કાર્યક્રમો આપવામાં આવશે. ગ્રાહકો જાગૃત્ત થાય અને પોતાની સાથે થયેલ છેતરપિંડી, અન્યાય તેમજ આર્થિક શોષણ સામે અવાજ ઉઠાવે તે માટે તા.ર૪મી ડિસેમ્બરથી તા.૩૦ ડિસેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રાહક જાગૃત્તિ સપ્તાહનું આયોજનમાં વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે.