ખોલવડ, તા. ૨૩
વિવિધ માગણીઓનો આજદિન સુધી કોઈ ઉકેલ ન આવતા ગુજરાતભરના તમામ વીજ કંપનીઓના ઈજનેરીના સંગઠને મેનેજમેન્ટને નોટિસ પાઠવી ૭મી માર્ચથી આંદોલનના શ્રીગણેશ કરી ર૬મી માર્ચથી હડતાળ ઉપર ઉતરવાની ચીમકી આપી દીધી છે.
ગુજરાતની તમામ સરકારી વીજ કંપનીઓના પપ૦૦થી વધુ ઈજનેરોનું પ્રતિનિધિત્વ કરતા જીઈબી એન્જિનિયર્સ એસોસીએશનના સેક્રેટરી જનરલ બી.એમ.શાહ તથા ગુજરાતના તમામ હોદ્દેદારો અને તેમાં દક્ષિણ ગુજરાતના જનરલ સેક્રેટરી એસ.સી. બાવીસીયા વિગેરેએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ઉર્જા ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતા ગુજરાતને આ શિખરે પહોંચાડવામાં ઈજનેરોનો સિંહફાળો છે. છતાં ઈજનેરોના પ્રશ્નો અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને માગણીઓની અવગણના જ કરવામાં આવે છે. વીજ અધિકારીઓ કર્મચારીઓના પગાર સુધારણા તથા અન્ય લાભો માટે ગત વર્ષે સતત ત્રણ-ચાર મહિના કવાયત કરવામં આવ્યા પછી પણ કોઈ પરિણામ આવ્યું નથી ત્યારે સરકાર સામે આંદોલન સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. જુદી જુદી ૩ર માગણીઓ સાથે સરકારને હડતાળ આંદોલનની નોટિસ ફટકારી દેવામાં આવી છે. ગુજરાતભરના વીજ ઈજનેરો ૭મી માર્ચથી આંદોલન શરૂ કરવામાં આવશે. ૭મી માર્ચે ઈજનેરો દ્વારા વીજકંપનીઓની કચેરી ખાતે પ્રતિક ઉપવાસ સાથે વિરોધ પ્રદર્શન કરશે. ૧૩મી માર્ચથી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળની તમામ વીજકંપનીઓના ઈજનેરો દ્વારા વર્ક ટુ રુલ આંદોલન શરૂ કરાશે. જ્યારે ૧૪મીએ પાટનગર ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ઊભી કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
દક્ષિણ ગુજરાતના જનરલ સેક્રેટરી એસ.સી. બાવીસીયાના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત વીજકંપની હેઠળના ચારસો જેટલા ઈજનેરો આ આંદોલનમાં ભાગ લેશે અને આંદોલન માટેની તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ વીજકંપનીના ઈજનેરીના સંગઠનની વિવિધ માગણી સંદર્ભે નોટિસ પાઠવી આંદોલનની ચીમકી

Recent Comments