મુખ્યમંત્રી રૂપાણીએ પણ ખબર અંતર પૂછ્યા

અમદાવાદ, તા.૧૮
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીઢ નેતા કેશુભાઈ પટેલને કોરોના પોઝિટિવ થયો હોવાની વાત સામે આવી છે. કેશુભાઈ પટેલના કેરટેકરનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમણે રિપોર્ટ કરાવ્યો, જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા છે. હજી સુધી સત્તાવાર રીતે આ સમાચારની પૃષ્ટિ થઈ શકી નથી, પરંતુ બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી. તેમનો ટેસ્ટ કરાવાતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળ્યા મુજબ, તેમના કેર ટેકર સ્વેતલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ કેશુબાપાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કેશુભાઈ પટેલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટીન થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુબાપાના પુત્ર સાથે વાત કરી છે અને સારવારમાં કોઈ કચાસ નહીં રહે એવી ખાતરી આપી છે.