(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૦
ગુજરાત રાજ્ય હજ સમિતિ મારફત પવિત્ર હજયાત્રાએ જનારા હજયાત્રીઓના બીજા હપ્તાની રકમ રૂા.૧,ર૦,૦૦૦ ભરવાની મુદ્દત ર૦/૩/૧૯થી લંબાવી પ/૪/૧૯ કરવામાં આવી હોવાનું ગુજરાત રાજ્ય હજ સમિતિના એક્શન અધિકારી એમ.કે. સિદ્દીકીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, જે હજયાત્રીઓ ગુજરાત રાજ્ય હજ સમિતિ મારફત ચાલુ વર્ષ ર૦૧૯માં હજ અદા કરવા જવાના છે. તેઓ માટે બીજા હપ્તાની રકમ રૂા.૧ લાખ ર૦ હજાર મુદ્દત ર૦/૩/૧૯ હતી, પરંતુ હજી ઘણા હજયાત્રીઓ આ રકમ ભરી શકયા ન હોવાથી તેઓની સગવડતા ખાતર આ રકમ ભરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. હજ કમિટી ઓફ ઈન્ડિયા મુંબઈએ બીજા હપ્તાની રકમ ભરવાની મુદ્દત અગાઉ ર૦/૩/૧૯ હતી, તેમાં વધારો કરી પ/૪/૧૯ કરી છે. એટલે જે હજયાત્રીઓએ હજી સુધી બીજા હપ્તાની રકમ ૧ લાખ ર૦ હજાર ભરી ન હોય તેઓએ પ/૪/૧૯ સુધીમાં આ રકમ બેંકમાં ભરી પે-ઈન-સ્લીપ હજ હાઉસ કાલુપુર, અમદાવાદ ખાતે મોકલી આપવા જણાવ્યું છે.