અમદાવાદ, તા.ર૭
કોરોના વાયરસ સંક્રમણથી લોકોને બચાવવા માટે અને તેના પ્રસારને રોકવા માટે સ્વાસ્થ્ય સેવાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ગુરૂવારે સરકાર તરફથી લોકોમાં કોરોના વાયરસ સંક્રમણની તપાસ માટે ૩૫ ખાનગી લેબને તપાસની મંજૂરી આપવામાં આવી છે તેનાથી ટૂંક સમયમાં અને મોટાપાયે કોરોના વાયરસ સંક્રમિતોની ઓળખ કરવામાં મદદ મળશે. આ ૩૫ ખાનગી લેબની યાદીમાં ગુજરાતની ૪ ખાનગી લેબનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ કરવા માટે ૪ ખાનગી લેબોને મંજૂરી આપવામાં આવી છે તેમાં ૩ અમદાવાદની છે જ્યારે ૧ સુરતની લેબને મંજૂરી મળી છે જેમાં યૂનિપેથ સ્પેશિયાલિટી લેબોરેટરી લિમિટેડ, ૧૦૨, સનોમા પ્લાઝા, પરિમલ ગાર્ડનની પાસે, એલિસબ્રિજ, અમદાવાદ સુપ્રાટેક માઇક્રોપૈથ લેબ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્રા.લિ., અમદાવાદ એસ.એન.જનરલ લેબ પ્રા.લિ., નાનપુરા, સુરત પેંગેનોમિક્સ ઇન્ટરનેશનલ પ્રા.લિ. એલિસબ્રિજ, અમદાવાદનો સમાવેશ થાય છે.