અમદાવાદ,તા.૫
ગુજરાતીઓ માટે એક સમાચાર પરંતુ આ વાંચીને જ તમે નક્કી કરો કે આપણા ગૌરવ માટે આ સારા છે કે ખરાબ સમાચાર છે. ગુજરાતની બે યુનિવર્સિટીઓને ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં સ્થાન મળ્યું છે. ગાંધીનગર આઈઆઈટીને ૫૦૧થી ૬૦૦ રેન્ક વચ્ચે સ્થાન મળ્યું છે. આ સાથે વડોદરાની એમએસ યુનિવર્સિટીને ૧૦૦૧મું સ્થાન મળ્યું છે. જોકે, ભારતની એકપણ યુનિવર્સિટીને ટોપ ૨૦૦માં પણ સ્થાન નથી મળ્યું. ભારતની સંસ્થાઓએ ૩૦૧થી ૩૫૦ના બેન્ડમાં સ્થાન મેળવ્યું છે. જેમાં આઈઆઈએસસી-બેંગ્લુરૂ અને આઈઆઈટી રોપાર સ્થાન મેળવી શકી છે. આઇઆઇટી ગાંધીનગરને વૈશ્વિક સ્તરે ૫૦૧થી ૬૦૦ના બેન્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે વડોદરાની એમએસ યુનિવર્સિટીને ૧૦૦૧મું સ્થાન મળ્યું છે. ગુજરાતની આ બે એવી સંસ્થા છે કે જેને વિશ્વની ટોચની સંસ્થાઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ દ્વારા ૯૩ દેશોની ૧૫૦૦ જેટલી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને રેન્ક કરવામાં આવી છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ સંશોધન આધારિત યુનિવર્સિટીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન ૧૩ કાળજીપૂર્વક નિર્ધારિત કરેલા કાર્ય સૂચકાંકો પરથી કરે છે. જેમાં શિક્ષણ, સંશોધન, સાઈટેશન્સ, ઉદ્યોગ આવક અને આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણનો સમાવેશ છે. નોંધનીય છે કે ગત વર્ષે, બેંગ્લોર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ અને આઈઆઈટી રોપડ એ બે સંસ્થાઓને ૩૦૧થી ૩૫૦ના રેન્કિંગમાં સ્થાન મળ્યુ હતુ. ૨૦૧૨ બાદ પહેલી વખત એવુ થયુ હતુ કે, દેશની કોઈ સંસ્થા ટોપ ૩૦૦માં સ્થાન મેળવી શકી નથી. આઈઆઈટી ઈન્દોરને ૩૫૦થી ૪૦૦ના રેન્કિંગમાં સ્થાન મળ્યુ હતુ. આઈઆઈટી મુંબઈ દિલ્હી અને ખડગપુર ૪૦૧થી ૫૦૦ના રેન્કિંગમાં હતી. દિલ્હી અને ખડગપુર આઈઆઈટીના રેન્કિંગમાં ગયા વર્ષ કરતા સુધારો થયો હતો. ૨૦૧૮માં આઈઆઈએસને ૨૫૧થી ૩૦૦ના ગ્રૂપમાં રેન્કિંગ મળ્યુ હતુ.
Recent Comments