(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૦
ગાયોના નામે મત માગતી અને ગાયોના નામે રાજકારણ કરતી ભાજપ સરકારના રાજમાં ગાયના નામે નિર્દોષ મુસ્લિમોની પજવણી કરવામાં આવે છે. પરંતુ એ જ ગાયોના ગૌચર ઉદ્યોગપતિઓને પધરાવી રાજ્યમાંથી ગૌચરની જમીનો નામશેષ કરી રહી છે. આજરોજ વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નના રાજ્ય સરકારના મંત્રીએ આપેલા જવાબ મુજબ ભાજપ સરકારના રાજમાં રાજ્યના ૩૧ જિલ્લાઓમાં ર૭પ૪ ગામડાઓમાં ગૌચરની જમીન જ નથી. છેલ્લા અઢી વર્ષમાં ૧ર૯ ગામોમાંથી ગૌચર ગાયબ થઈ ગયું છે. કોંગ્રેસના ધારાસભ્યોએ મહેસૂલ મંત્રીને પૂછેલા પ્રશ્નોના જવાબમાં જાણવા મળ્યું કે તા.ર૭/૮/ર૦૧પના રોજ વિધાનસભામાં ત્રીજી અતારાંકિત યાદીમાં આપવામાં આવેલા જવાબ મુજબ ર૬રપ ગામમાં બિલકુલ ગૌચર ન હતું અથવા શૂન્ય ગૌચર હતું. હાલ આ ગામોની સંખ્યા વધીને ર૭પ૪ થઈ ગઈ છે એટલે કે અઢી વર્ષમાં ૧ર૯ ગામમાંથી ગૌચર ગાયબ થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ગૌચરની જમીન વેચી શકાતી નથી તેમ છતાં ૧ર૯ ગામોમાંથી ગૌચર શૂન્ય કેવી રીતે થયું તે પ્રશ્ન છે. રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ ૩૧૮ ગામો એવા છે જ્યાં બિલકુલ ગૌચર નથી અથવા શૂન્ય ગૌચર છે. એ જ રીતે ડાંગ જિલ્લાના ૩૧૦ ગામોમાં, મહીસાગર જિલ્લાના રરપ ગામોમાં, વલસાડ જિલ્લાના ર૧૬ ગામોમાં, નર્મદા જિલ્લાના ર૦૪ ગામોમાં, બનાસકાંઠા જિલ્લાના ૧૯૭ ગામોમાં, સાબરકાંઠા જિલ્લાના ૧૮ર ગામોમાં, પંચમહાલ જિલ્લાના ૧૬૩ ગામોમાં, દાહોદ જિલ્લાના ૧ર૦ ગામોમાં તથા કચ્છ જિલ્લાના ૧૦૩ ગામોમાં બિલકુલ ગૌચર નથી.
કયા જિલ્લાના કેટલા ગામમાં ગૌચર નથી ?
જિલ્લાનું નામ બિલકુલ ગૌચર નથી અથવા શૂન્ય ગૌચર હોય તેવા ગામોની સંખ્યા
અમદાવાદ ૭૪
અમરેલી ૧૪
અરવલ્લી ૯૮
આણંદ ૪૬
કચ્છ ૧૦૩
ખેડા ર૭
ગાંધીનગર ૩૦
ગીરસોમનાથ ૮
છોટાઉદેપુર ૩૧૮
જામનગર ૯
જૂનાગઢ ર૦
ડાંગ ૩૧૦
તાપી ૭૩
દાહોદ ૧ર૦
દેવભૂમિ દ્વારકા ૮
નવસારી ૬૯
જિલ્લાનું નામ બિલકુલ ગૌચર નથી અથવા શૂન્ય ગૌચર હોય તેવા ગામોની સંખ્યા
નર્મદા ર૦૪
પંચમહાલ ૧૬૩
પાટણ ૯
પોરબંદર ૯
બનાસકાંઠા ૧૯૭
બોટાદ ૬
ભરૂચ ર૦
ભાવનગર ૭૯
મહીસાગર રરપ
મહેસાણા ૬
મોરબી પ૬
રાજકોટ પ૦
વલસાડ ર૧૬
સાબરકાંઠા ૧૮ર
સુરેન્દ્રનગર પ
કુલ ર૭પ૪