દાહોદ, તા.૧૮
ગુજરાતના રંગા અને બિલ્લાની જોડી ભેગા મળી ગુજરાતના ભોળા અને ગરીબ આદિવાસીઓને મૂર્ખ બનાવવાનું કામ કરી રહ્યા છે. મદારીનો ઉલ્લેખ કરી તેમને નામ ન લઈ અમિત શાહ તથા નરેન્દ્ર મોદી ઉપર કટાક્ષ મારતા અખિલ ભારતીય યુવક કોંગ્રેસના પ્રમુખ અને બે ટર્મથી પંજાબના ધારાસભ્ય પદે ચૂંટાતા અમરીન્દસિંહ રાજાબરારએ આજરોજ દાહોદ શહેરના સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ યુવા આક્રોશ સંમેલનમાં પોતાના વક્તવ્યમાં કહ્યું હતું.
પંજાબના ધારાસભ્ય અમરીન્દસિંહ રાજાબરારે તેમના વક્તવ્યમાં કહ્યું કે એક ચા વાળાએ બધાને કહ્યું હું ચા વાળો છું મને વોટ આપો અને જનતાએ તેને વોટ આપ્યા પરંતુ ગુજરાતના જ વડાપ્રધાન હોય અને ગુજરાતની જ આટલી બધી દશા ખરાબ હોય તો તે વડાપ્રધાનને શું કહેવું આપણા વડાપ્રધાન બધાને મૂર્ખ બનાવવાનું કામ કરી રહ્યા છે. જનતાને ગેરમાર્ગે દોરી ખોટી ખોટી જાહેરાતો અને ખોટા આશ્વાસનો આપી જનતાને મૂર્ખ બનાવવાનું કામ કરી રહ્યા છે. વધુમાં કહ્યું કે અગર જો હું વડાપ્રધાન બનુ તો મારા પંજાબમાં તો બેકારોને જરૂરથી નોકરી રોજી રોટી મળે તેની ફિકર કરૂ પરંતુ આપણા વડાપ્રધાન નર્મદાની કસમ ખાય છે અને નર્મદા નદીમાં ફૂલ ચઢાવીને ફોટા પડાવીને નામ કમાય છે. મહિલાના સન્માનની મોટી વાતો કરે છે. જે વ્યક્તિ પોતાના પત્નીનું સન્માન ન કરી શકતા હોય તે બીજી મહિલાનું શું સન્માન કરશે આ તો રંગા-બિલ્લાની જોડી છે. દેશને બરબાદ કર્યો છે જે વ્યક્તિ તડિપાર હતા તે વ્યક્તિ દેશ ભક્તિના ગીતો ગાય છે. બીજી તરફ કોંગ્રેસને કહે છે કે કોંગ્રેસ જ કેમ રાજ કરે ત્યારે કોંગ્રેસ પાર્ટી ગરીબ આદિવાસીઓની રોજીરોટી અને ખેડૂતોના ભલા માટેની સરકાર છે. કોંગ્રેસ પાર્ટીમાં જવાહરલાલ નહેરૂજીએ દેશની સેવા કરી ઈન્દિરાબેન ગાંધીએ દેશ માટે જાન આપી દેશ માટે ખૂન આપ્યું. રાજીવ ગાંધીએ દેશ માટે ખૂન આપ્યું રાજીવ ગાંધીએ દેશ માટે જાન આપી અને ગાંધી પરિવાર દેશભક્ત છે. તમારા ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નેતા એવા બતાવો કે જેને દેશ માટે આંગણી કપાવી હોય બુલેટ ટ્રેન માટે કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાને ત્રણ વર્ષ થઈ ગયા. હાલ હમણા જ કેમ બુલેટ ટ્રેન લાવવાની વાત કરી કારણ કે આઈબી ખાતાથી લઈ બધાના સર્વેમાં ફક્ત ૬૦ સીટો આવે છે. એટલે ગભરાયેલા વડાપ્રધાન જાપાનના વડાપ્રધાનને બોલાવી બુલેટ ટ્રેનની જાહેરાત કરી તથા હવે મુસલમાનોના વોટ લેવા હતા જેથી મસ્જિદમાં ગયા કાલે આ વ્યક્તિ જુઠુ બોલશે કે મને તો જાપાનના વડાપ્રધાન મસ્જિદમાં લઈ ગયા કારણ કે હાલ મુસ્લિમોના વોટ લેવા માટેના બધા તાયફા કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોના વોટ લીધા અને એક પણ મુસ્લિમ સમાજમાંથી ટિકિટ આપી નહીં.વડાપ્રધાન પર ચાબખા મારતા કહ્યું કે આપણા વડાપ્રધાનને સુટ પહેરવા ફોટા પડાવવા તથા પહેલા તો વાળ વધારતા હતા પણ કોઈકે કહ્યું કે સારા નથી લાગતા જેથી વાળ કપાવી નાખ્યા આવા શોખીન વડાપ્રધાન છે.
વિધવા પેન્શન પર કહ્યું કે દિલ્હીમાં રૂા.૧પ૦૦ પંજાબમાં રૂા.ર૦૦૦ હરિયાણામાં રૂા.૧ર૦૦ અને રાજસ્થાનમાં રૂા.૭પ૦/- પેન્શન અપાય છે જ્યારે ગુજરાતમાં ફક્ત રૂા.૪૦૦ જ અપાય છે. આમ ગુજરાતની પ્રજાને મૂર્ખ બનાવી રહ્યા છે.
વિકાસ ગાંડો થયો છે આ બાબત ઉપર કહ્યું કે ખરેખર વિકાસ ગાંડો થયો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિકાસ થયો છે. આજના કાર્યક્રમમાં સવારે ૧૧ કલાકે શહેરની આઈટીઆઈથી સ્વામી વિવેકાનંદ ચોક થઈ ભગીની સમાજથી યાદગાર ચોક થઈ બહુજ લાંબી બાઈક રેલી યોજાઈ હતી અને ત્યારબાદ તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિરીટભાઈ પટેલ, ધારાસભ્ય વજેસીંગ, ચંદ્રિકાબેન બારિયા તથા મિતેશ ગરાસીયા જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ભુરીયા તાલુકા પંચાયત પ્રમુખ નિકુંજભાઈ મેડા માજી સાંસદ ડૉ. પ્રભાબેન તાવીયા, સોમજીભાઈ ડામોર તથા યુથ કોંગ્રેસના કાર્યકરો અને સિટી ગ્રાઉન્ડના મેદાનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.