અમદાવાદ, તા.૧૧
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને પગલે ગુજરાત સરકારના બજેટ સત્રની તારીખ પાછી ઠેલાઈ છે. તા.ર૪ ફેબ્રુઆરીથી શરૂ થનાર બજેટ સત્ર હવે તા.ર૬ ફેબ્રુઆરીથી શરૂ થશે. પ્રાપ્ત વિગતો મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમના ઉદ્‌ઘાટન પ્રસંગે હાજર રહેવાના છે, ત્યારે તેમના કાર્યક્રમ અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી, પરંતુ વ્હાઈટ હાઉસ દ્વારા તા.ર૪-રપ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભારત પ્રવાસની સત્તાવાર જાહેરાત કરાઈ છે. એટલે તા.ર૪-રપ ફેબ્રુઆરી વચ્ચે ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં આવશે, ત્યારે તા.ર૪ ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થવાની હતી પરંતુ ટ્રમ્પના કાર્યક્રમને લીધે બજેટ સત્રની તારીખ તા.ર૪ના બદલે તા.ર૬ ફેબ્રુઆરી કરી દેવાઈ છે. એટલે હવે ગુજરાતનું બજેટ સત્ર દિવસ મોડુ શરૂ થશે. જો કે, ટ્રમ્પના કાર્યક્રમને પગલે બજેટ સત્રની તારીખમાં ફેરફાર થવાની શકયતા પહેલાથી જ હતી.